• નબીપુર પાસે સોમવારે બપોરે કારમાં આગ લાગી હતી
  • કારમાં બેઠેલા લોકોએ સતર્કતા વાપરીને સમયસર કારની બહાર નિકળી ગયા હતા
  • આગ વેળાએ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં ઉત્તેજના વ્યાપી

ભરૂચ. નેશનલ હાઇવે – 8 પર ઉપર ભરૂચ જિલ્લાના નબીપુર પાસે સોમવારે બપોરે કારમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઇ હતી. જોકે કારમાં બેઠેલા લોકો સમયસર ઉતરી જતા તમામનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનામાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી.

આગ લાગતા ચાલકો નિકળીને રોડની બાજુ પર જતા રહ્યા હતા

ભરૂચ જિલ્લાના નબીપુર પાસે સોમવારે બપોરે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેને પગલે નેશનલ હાઇવે પર અફરા-તફરી મચી ગઇ હતી અને આસપાસમાંથી પસાર થતાં વાહન ચાલકોમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. કારમાં આગ લાગતા જ વાહન ચાલકો રસ્તા પર ઉભા રહી ગયા હતા. કારમાં બેઠેલા લોકો સતર્કતા વાપરીને કારમાંથી ઉતરી ગયા હતા. જેને પગલે તમામ લોકોનો બચાવ થયો હતો, પરંતુ, કાર બળીને ખાખ થઈ ગઇ ગઇ હતી.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ

નબીપુર પાસે કારમાં લાગેલી આગનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાઇવે પર આગની ઘટના સામે આવતાની સાથે ઉત્તેજના વ્યાપી ગઇ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud