GJ16 વાહનો પણ ટોલ વસુલાતા પ્રજામાં રોષ
છેલ્લી લેનમાંથી વાહન પસાર થવા છતાં ફાસ્ટ ટેગ લગાવેલા ભરૂચના વાહનોનો ડાયરેકટ ટોલ કપાઈ રહ્યો છે
કર્મચારીઓ ને વાહનચલકોએ પૂછતાં ભરૂચ ના વાહનો પણ બાકાત નથી પરંતુ તેઓ ટોલ ન આપતા હોવાનો સુર
ભરૂચ. જિલ્લાની નબળી નેતાગીરીના કારણે પ્રજાને અવારનવાર ભોગવવાનો વારો આવે છે. નર્મદા નદી પર બ્રિજ બન્યા બાદ લડાયેલ ટોલટેક્સનું GJ16 વાહનો માટેનું કમઠાણ શાંત પડવાનું નામ લેતું નથી. જિલ્લાના વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિ હોવા છતાં ફરી ટોલ કપાતો તેમજ વસુલતો હોવાને લઇ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ભરૂચ જિલ્લાની પ્રજા અને વાહનચાલકો માટે હાઇવે પર ટોલ ટેક્સનો કોયડો હમેશા માથાકૂટ વાળો રહ્યો છે. અગાઉ સરદાર બ્રિજ અને હવે કેબલબ્રિજ બન્યા બાદ GJ16 વાહનો પાસેથી પણ વસુલાતો કે ફાસ્ટ ટેગમાં ડાયરેકટ કપાતા ટોલ થી ભરૂચના વાહન ચાલકોને ટોલ બુથ પર માથાકૂટ કરવાનો વારો આવી રહ્યો છે.
ભરૂચના વાહનચાલકો પાસેથી વસુલતા ટોલ મુદ્દે સ્થાનિક નેતાઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ટોલ બુથ પર કર્મચારીઓને પૂછતા ભરૂચના વાહનો GJ16 ને પણ ટોલ લાગુ પડતો હોવાની કેસેટ તેઓ વગાડી રહ્યા છે. જોકે કેટલાક વાહન ચાલકો ટોલ નહિ આપતા હોવાનું અને ફાસ્ટ ટેગમાં છેલ્લી લેનમાંથી પસાર થવા છતાં પણ ટોલ ટેક્સના નાણાં કપાઈ રહ્યા છે. ભરૂચના વાહનોને ટોલ મુક્તિ સંદર્ભે આગાઉ કોંગ્રેસે આંદોલનો પણ કર્યા હતા. જોકે ફરીથી ટોલ વસુલાત શરૂ થયા વાહનચાલકો લાલઘૂમ થઇ ઉઠ્યા છે.