• ડેમ અને સ્ટેચ્યુ સાથે જોડાયેલા 2800 કર્મચારીઓનું સાગમટે કોરોના ટેસ્ટિંગમાં સંક્રમણ બહાર આવ્યું
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરજ બજાવતા CISF ના 22 જવાનો પોઝિટિવ, અન્ય 28 ખાનગી કંપનીના કર્મચારીઓ અને નિંગમના કર્મચારીઓ પણ ચપેટમાં

કેવડિયા. કોરોના ની ભારતમાં એન્ટ્રી બાદ કોરોના સંક્રમણ ધીરે ધીરે ખુબ વધ્યું અને સરકાર દવારા ટેસ્ટિંગ પણ એટલું વધારી દેવાયું છતાં લોકડાઉન માં કાબુમાં કોરોના અનલોક માં બેકાબુ થઇ ગયો છતાં હાલ તંત્ર મથી રહ્યું છે ત્યારે દેશ અને રાજ્યની અંદર એક સાથે મોટી સંખ્યામાં કોરોના નો ટેસ્ટ થયો હોય એવું સ્થળ કેવડિયા ઝોન માં ગત 9 મી સપ્ટેમ્બર ના રોજ 2800 લોકોના કોરોના RTPCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે ટેસ્ટનું રિઝલ્ટમાં માત્ર 50 વ્યક્તિઓ જ પોઝિટિવ આવતા તંત્ર માં એક રીતે આનંદ થયો પરંતુ જે 50 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે તેના સંપર્ક માં આવનાર વ્યક્તિઓ ની તપાસ કરી તેમને કોરન્ટાઇ કરી પોઝિટિવ વ્યક્તિઓને કોવીડ 19 હોસ્પિટલ માં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના 50 કોરોના પોઝિટિવમાં 22 CISF ના જવાનો અને 28 નિગમ, ડેમના કર્મીઓનો સમાવેશ થાય છે. બીજી બાજુ નર્મદા જિલ્લામાં વધુ 9 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને જેમાં પ્રતાપનગર 2, વડિયા 1, ધાવડી -1, ડેડીયાપાડા ના જામ્વાર 1, સાગબારાના મોટા ડોરામબા1, સાગબારા1, નવાપરા 1, આમ 8 કેશ પોઝિટિવ આવતા અત્યાર સુધી કોરોના પોઝિટિવ ની સંખ્યા 800 ને પાર થઇને 803 આંકડો પહોંચ્યો છે જેમાં 3 ને રજા આપવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud