સાંસદ મનસુખ વસાવાના પોલિસ વિરુદ્ધ CM ને લેટર થી વધુ એક ધડાકો
નીચલા તંત્રમાં જ્યાં સુધી પરિવર્તન નહીં ત્યાં સુધી કાયદાઓ માત્ર પેપર પર જ રહેશે : મનસુખ વસાવા
ભરૂચ . નર્મદા લોકસભા મત વિસ્તારના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ CM રૂપાણીને પત્ર લખીને ફરિયાદ કરી છે કે, ગુજરાતમાં રાજકીય પક્ષોના ઓથા હેઠળ નિર્દોષ માણસોને ડરાવવા ધમકાવવાનું જે કાર્ય થઈ રહ્યું છે જેની સામે પોલીસ નરમ વલણ અપનાવી રહી છે. જેના લીધે સમાજમાં ડરનો માહોલ પેદા થઈ રહ્યો છે.
ભાજપ સાંસદના પોલિસ વિરુદ્ધના આ આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. ગુજરાત સરકાર એક તરફ અલગ કાયદો (gunda act) બનાવી ગુંડા તત્વોની શાન ઠેકાણે લવાઈ હોવાના બણગાં ફૂંકી રહી છે ત્યારે ભાજપ સાંસદના આ આક્ષેપ બાદ સરકારના કાયદા ફક્ત કાગળ પર હોવાનું સાબિત થઈ રહ્યું છે.
ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સીએમ રૂપાણીને ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું છે કે, ભરૂચ-નર્મદા જિલ્લાની મોવી ચોકડી પર ગેરકાયદેસર શોપિંગ સેન્ટર બની રહ્યું છે. આ જ બાબતે એ વિસ્તારના આગેવાનો અને સરપંચ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને અગાઉ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.
બાદમાં કરાઠા મોવી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પોતાની ટીમ સાથે એ શોપિંગ સેન્ટરના માલિકને નોટિસ બજાવવા ગયા હતાં. ત્યારે 10-15 જેટલાં હથિયાર ધારી લોકોએ પોતે માથાભારે ગુંડા હોવાની ઓળખ આપી મહિલા સરપંચને ગાળો ભાંડી ધક્કો મારી નીચે પાડી દીધી હતી.
ભાજપ સાંસદે જણાવ્યું કે, “આ ઘટના બાબતે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. એ ફરિયાદને 10 દિવસ થવા આવ્યાં છતાં પોલીસ આરોપીઓને પકડવાની જગ્યાએ ગુનેગારોને આગોતરા જમીન માટે સમય અને માર્ગદર્શન આપી રહી છે. નેત્રંગ તાલુકાનું વહિવટીતંત્ર પણ આવા લોકોને શોપિંગ સેન્ટર બાંધવામાં મદદ કરે છે.
સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત સરકારના ગુંડાધારા કાયદો બનાવી ગુંડા તત્વોમાં ડર પેદા થયો એ બાબતે સરકારની સરાહના પણ કરી હતી. પરંતુ સાથે સાથે એમ પણ જણાવ્યું કે દારૂબંધી અને ગુંડાધારાનો કાયદો ગમે એટલો કડક બનાવીશું પરંતુ નીચેના તંત્રમાં જ્યાં સુધી પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આવાં કાયદાઓ માત્ર કાગળ પર જ રહેશે. જેથી મહિલા સરપંચ સાથે બનેલી ઘટના અને ગેરકાયદેસર શોપિંગ સેન્ટર મામલે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી રજુઆત કરી છે.
[caption id="attachment_3505" align="aligncenter" width="913"] 1
[/caption]
[caption id="attachment_3504" align="aligncenter" width="953"] 2[/caption]