• ₹32,000 કરોડની એશિયાની સૌથી મોટી કંપનીમાં PM ને લોકોની ફરિયાદ છતાં કંપની અધિકારીઓ સ્થાનિકોને રોજગારી આપવામાં ઉદાસીન
  • ઔધોગિક ભરૂચ જિલ્લામાં કેટલાય ઉધોગોમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ સ્થાનિક ટેક્નિકલ શિક્ષણ મેળવેલ યુવાઓની અવગણના કરી રહ્યા છે

ભરૂચ. સાંસદ મનસુખ વસાવા એ નવરાત્રી એ વધુ એક લેટર બૉમ્બ ભરૂચ જિલ્લાના સ્થાનિક યુવાનોને ઉધોગોમાં રોજગારી નહિ અપાતી હોવા અંગે ફોડ્યો છે. PMO માં રાજયકક્ષાના મંત્રી જીતેન્દ્ર સિંઘ ને લેટર લખી 32,000 કરોડની OPAL સહિત કંપનીઓ પ્રત્યે સ્થાનિકોની ઉપેક્ષા બદલ રોષ ઠાલવવામાં આવ્યો છે.

સાંસદ એ લખેલા પત્રમાં જણાવાયું છે કે, મારા સંસદીય મત વિસ્તાર ભરૂચમાં ONGC સહિતના ઘણા મોટા ઔદ્યોગિક મથકો છે. ગેઇલ અને ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન હેઠળ ઓ.એન.જી.સી. પેટ્રો એડિશનલ લિમિટેડ ( OPAL )ની સ્થાપના કરવામાં આવી હતી. આ પેટ્રો કેમિકલ સંકુલ ઓએનજીસીનો સમાવેશ કરે છે.

નોંધપાત્ર છે કે, જેનું ઉદઘાટન 07 માર્ચ 2017 ના રોજ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું. સરકારે ₹32 હજાર કરોડના જંગી રોકાણ સાથે દક્ષિણ એશિયાનો સૌથી મોટો કેમિકલ પ્રોજેક્ટ દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં પણ મદદ કરી રહ્યો છે.

ભરૂચમાં વડા પ્રધાનના આગમન પર સ્થાનિક લોકપ્રતિનિધિઓએ ઓ. એનજીસી પેટ્રો એડિશન લિમિટેડ (ઓપેલ) માં સ્થાનિકોએ નોકરી નહીં મળવા અંગે ફરિયાદ કરી હતી, પરંતુ વડા પ્રધાનની ખાતરી હોવા છતાં, રોજગાર ન મળતા સ્થાનિકોમાં ભારે નારાજગી છે.

ઉપરોક્ત ઔદ્યોગિક મથકો સિવાય કેટલાક લોકોના મનસ્વી વલણને કારણે અને સ્થાનિક યુવાનો પ્રત્યે અસંવેદનશીલતાને લીધે તમામ મહત્વપૂર્ણ હોદ્દાઓને લીધે કેટલાક લોકોને રોજગાર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

જેથી સાંસદે ભરૂચના યુવાઓના ભાવિ ને ધ્યાને લઇ, પ્રધાન મંત્રી કાર્યાલય માં રાજ્યકક્ષાના મંત્રી જીતેન્દ્ર સિંઘ ને વિનંતી કરી છે કે, ભરૂચ સ્થિત તમામ સાહસો અને ખાસ કરીને ઓએનજીસી પેટ્રો એડિશન લિમિટેડ (ઓપલ) માં કૃપા કરીને અહીંની નોકરીઓમાં સ્થાનિક તકનીકી શિક્ષત યુવાનોને પ્રાધાન્ય આપવાનો ઓર્ડર પસાર કરો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud