• રાજ્ય સાથે ભરૂચના તમામ INoX મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મોનું પ્રદર્શન શરૂ, જોકે કોરોનાને લઈ પહેલા દિવસે જ પ્રેક્ષકોનો અભાવ
  • મોબાઈલ પર ઇટિકિટિંગ દ્વારા બુકીંગ, સમગ્ર મલ્ટીપ્લેક્ષને સેનેતાઈઝ કરાયા
ભરૂચ. કોવિડ 19 કોરોનાનાં કહેર ના કારણે સરકારે સંક્રમણ રોકવા માર્ચથી લોકડાઉન લાદી મલ્ટીપ્લેકસો પણ બંધ કરાવી દીધા હતા. ગુરુવારે 7 મહિના બાદ સંપૂર્ણ સેનેટાઇઝ, કોવિડ અંગે સરકારી ગાઈડલાઈન મૂજબ ભરૂચના INOX મલ્ટી પ્લેક્સો પણ મનોરંજન માટે ફરી સજ્જ થયા હતા.
જે પૂર્વે ઇનોકસના સંચાલકો અને સ્ટાફ દ્વારા તમામ પરિસરને સેનેતાઈઝ કરી, સોશ્યલ ડિસ્ટનસિંગ જળવાઈ તેમજ લોકો ફરજીયાત માસ્ક પહેરી ને જ મનોરંજન માણવા આવે તેવી તકેદારી અને સલામતીની તમામ વ્યવસ્થાઓ સુપેરે પાર પાડી હતી.
કોરોના સંક્રમણ નો ભય ન રહે તે માટે મેન્યુઅલ અપાતી ટિકિટનું ડિજિટલાઇઝેશન કરાયું છે. ફિલ્મ નિહાળવા આવનાર દર્શકને કાગળની ટિકિટ કોરોનાને રોકવા આપવામાં આવે નહિ.
મોબાઈલ ઉપર જ ટિકિટ બુક કરી કરવામાં આવી રહી છે. જેનો મેસેજ પણ મોબાઈલ ઉપર જ આવી જશે. જે મેસેજ બતાવવાથી મલ્ટીપ્લેક્ષમાં પ્રવેશ અપાશે. ભરૂચના મલ્ટીપ્લેક્ષના સંચાલકો તમામ વ્યવસ્થાઓ જેવી કે સેનિતાઈઝર, ટેમ્પરેચર ગન, સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શકોને આવકારવા સજ્જ બન્યા છે. મનોરંજન માટે આવતા લોકોને પણ ફરજીયાત માસ્ક પહેરવા સાથે તમામ તકેદારી સાથે કોવિડ-19 ની સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !