પાનોલી નોટિફાઇડ અને અંકલેશ્વર પાલિકાના 4 ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો
ન્યુ ઈન્ડિયા માર્કેટ માં ઢગલા બંધ ભંગારના ગોડાઉન આવેલા છે
અંકલેશ્વર. નેશનલ હાઇવે નંબર 48 નજીક ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. પાનોલી નોટિફાઇડ અને પાલિકાની 4 ગાડીઓએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ને નજીક આવેલા ન્યુ ઈન્ડિયા માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં શુક્રવારે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી.
આગને પગલે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. અંકલેશ્વર ફાયર વિભાગની 4 જેટલી ગાડીઓએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને નજીક ન્યુ ઈન્ડિયા માર્કેટ આવેલુ છે. જેમાં ઢગલે બંધ ભંગારના ગોડાઉન આવેલા છે. એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ડિઝાસ્ટર પ્રિવેંશન મેનેજમેંટ સેન્ટર – DPMCની 4 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
- પાનોલી નોટિફાઇડ અને અંકલેશ્વર પાલિકાના 4 ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો
- ન્યુ ઈન્ડિયા માર્કેટ માં ઢગલા બંધ ભંગારના ગોડાઉન આવેલા છે