• અંકલેશ્વર-પાનોલી એફલુઅન્ટ લાઈનમાં ભંગાણ, ઉદ્યોગોને એફલુઅન્ટ ના છોડવાની સૂચનાઓ છતાં અમલાખાડીમાં બેરોકટોક ઠલવાતું પ્રદુષિત પાણી
  • પર્યાવરણને ગંભીર નુકશાન સામે જવાબદારોની કાર્યવાહી સામે પણ અનેક પ્રશ્નો

અંકલેશ્વર. પાનોલી ઓદ્યોગિક વસાહતના ગંદા પાણીનું વહન કરતી પાઈપ લાઈનમાં કંટિયાજાળ પાસે ભંગાણ સર્જાયાના સોમવારે ત્રીજા દિવસે પણ ઉદ્યોગોનું ગંદુ પાણી આસ-પાસ ની ખાડીઓમાં બેરોકટોક વહી રહ્યું છે. ઉદ્યોગોને એફલુઅન્ટ ના છોડવાની સૂચનાઓ આપવામાં આવી છે તેમ છતાં કેટલાક ઉદ્યોગકારો તેમનું એફલુઅન્ટ ખાડીઓ માં છોડી રહ્યા છે. જે પ્રદુષિત પાણી વસાહતના વરસાદી કાસ માં જઇ રહ્યું છે.

અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે આવેલ ફાઈનલ પમ્પીંગ સ્ટેશન માં થી પણ એફલુઅન્ટ આમલાખાડી માં ત્રણ દિવસ થી વહી રહ્યું છે જે ના કારણે પર્યાવરણ ને ગંભીર નુકશાન થઇ રહ્યું છે. જળ ચર અને માછલીઓ ના મરણ થવાના અનેક બનાવો બન્યા પછી પણ તંત્ર ગંભીર બન્યું નથી.

કોરોના જેવી મહામારી ના સમયે માનવ-સ્વાસ્થ્ય અને માનવ-આયુષ્ય ને ગંભીર નુકશાન થઇ રહ્યું છે. કેટલાક ઓદ્યોગિક એકમો નિયમો નું અને સૂચનાઓ નું ઉલ્લઘન કરતા આવ્યા છે. છતાં તેઓ પર અંકુશ લાદી શકાયું નથી. વસાહતો ના પર્યાવરણ ની દેખરેખ રાખવા માટે જવાદાર એવી જીપીસીબી ના અધિકારીઓ , નોટિફાઇડ અધિકારીઓ તેમજ NCT ની મોનીટરીંગ ટીમ ની કાર્યવાહી શામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

થર્ડ પાર્ટી GEMI દ્વારા મોનીટરીંગ બંધ કરાવી NCT દ્વારા થતી કાર્યવાહી સામે સવાલો

વર્ષો થી NCT તરફથી થર્ડ પાર્ટી GEMI દ્વારા પર્યાવરણ નું મોનીટરીંગ નું કામ કરાવવા માં આવતું હતું અને ભૂતકાળ માં તેના રિપોર્ટ ના આધારે અનેક દંડનીય કાર્યવાહી પણ થઈ હતી.દંડ નું રકમ ની વસુલાત પણ કરવામાં આવતી હતી. જોકે હવે થર્ડ પાર્ટી GEMI ને આ કાર્યવાહી માંથી દુર કરી આ કામ ની સંપૂર્ણ જવાબદારી NCT ની મોનીટરીંગ ટીમ ને આપવામાં આવી છે. પરંતુ NCT ની આ મોનીટરીંગ ટીમ ની કાર્યવાહી સામે શંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. NCT ની આ ટીમ ના કેટલાક કર્મચારીઓ ઓછા પગારે પણ વૈભવી જીવન જીવી રહ્યા છે તો શું આ જીવન પદ્ધતિ પર્યાવરણ ના ભોગે તો નથી ને ? આમ આવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

લાઈનોમાં જ્યારે ભંગાણ સર્જાઈ ત્યારે પ્રદુષિત પાણીને યોગ્ય ટ્રીટમેન્ટ આપી શુદ્ધ કરી ખાડીમાં છોડવું જોઈએ

પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે, લાઈનો માં વારવાર ભંગાણ સર્જાય છે અને કેટલાક ઓદ્યોગિક એકમો નિયમો અને સૂચનાઓનું ઉલ્લઘન કરી પ્રદુષિત પાણી ખાડીઓ માં છોડે છે અને તંત્ર તેઓ ને રોકવામાં નિષ્ફળ થાય છે. આ ટ્રીટમેન્ટ થયા વગર નું પ્રદુષિત પાણી ખાડીઓ માં જાય છે જેથી પર્યાવરણ અને માનવ-સ્વ્સ્થાય ને નુકશાન થાય છે આના કાયમી ઉકેલ આવવું જરૂરી છે. આજ ના બનેલ બનાવ બાબતે અમોએ લાગતા વળગતા દરેક અધિકારી ને ફરિયાદ કરી છે . ભૂતકાળ માં ઓદ્યોગિક એકમો ના સમૂહો દ્વારા માંગણી કરાઈ હતી લાઈનો માં જયારે-જયારે ભંગાણ સર્જાય ત્યારે આ બિન-શુદ્ધિકરણ ના પાણી ને સુદ્ધીકરણ ની પ્રક્રિયા કરી યોગ્ય માપદંડો મેળવી એનો નિકાલ ખાડીઓ માં કરવો જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud