• વર્ષ 2016 માં ₹31 કરોડના ખર્ચે બનેલ બ્રિજને નીતિન પટેલે ખુલ્લો મુક્યો હતો
  • શહેરના પ્રથમ ઓવરબ્રીજમાં ગાબડુ પડતા કૌભાંડની શંકા
  • ઐતિહાસિક 138 વર્ષ જૂનો ગોલ્ડન બ્રિજ અંગ્રેજો સમયથી આજ દિન સુધી અડીખમ ઉભો છે ગોલ્ડન બ્રિજ માં આજે પણ વાહન ચાલકો ભય વગર પસાર થઈ રહ્યા છે

ભરૂચ. શહેરના પ્રથમ ભૃગુઋષિ ઓવરબ્રિજ માં ૬ ફૂટ ઊંડુ ગાબડું પડતાં વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકો બ્રિજની કામગીરીમાં ગોબાચારી થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે.

ભરૂચના કોલેજ રોડ થી મામલતદાર ને જોડતો ભૃગુ ઋષિ ઓવર બ્રીજનું લોકાર્પણ ગત તારીખ ૨૧ એપ્રિલ ૨૦૧૬ ના રોજ નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 31 કરોડના ખર્ચે બનેલ ફ્લાય ઓવર જોકે ૩-૪ વર્ષ ના ટૂંકા સમયગાળામાં બ્રિજમાં ગાબડું પડવાની ઘટનાને પગલે લોકો ભયભીત થયા છે.

બ્રિજ માં ભારે વરસાદ બાદ એકાએક છ ફૂટ ઊંડુ ગાબડું પડતાં ગમે ત્યારે હોનારત સર્જાવાની દહેશત વચ્ચે વાહનચાલકો બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. ગતરોજ મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જોકે વહેલી સવારે ગાબડું પડવાની ઘટનાને પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેજલ દેસાઈએ જણાવ્યું છે કે, મુંબઈ અને દિલ્હીમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે બ્રિજ માં પડેલ ગાબડાને ગંભીરતાથી લઇ સમારકામ થવું જોઈએ. તેઓ ભૃગુઋષિ બ્રિજમાં પડેલ ખાડા અંગે કટાક્ષ વ્યક્ત કરતા જણાવે છે કે ઐતિહાસિક 138 વર્ષ જૂનો ગોલ્ડન બ્રિજ અંગ્રેજો સમયથી આજ દિન સુધી અડીખમ ઉભો છે ગોલ્ડન બ્રિજ માં આજે પણ વાહન ચાલકો ભય વગર પસાર થઈ રહ્યા છે જોકે તાજેતરમાં જ બનેલ ભૃગુઋષિ ઓવર બ્રિજ માં ગાબડું પડવાની ઘટના બ્રિજના કામગીરીમાં ગોબાચારી થયા હોવાનું સ્પષ્ટ કરે છે. જોકે હવે સંબંધિત વિભાગ દ્વારા આ ગાબડા અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud