• ભરૂચ રેલ્વે સ્ટેશન પર સીએસઆરના હેઠળ વર્ટિકલ ગાર્ડન સ્થાપિત કરીને સ્ટેશનને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટેની પહેલ કરવામાં આવી
  • ઓછી જગ્યાનો ઉપયોગ કરી વર્ટિકલ ગાર્ડન તૈયાર કરાય છે.
  • વડાપ્રધાનના જન્મદિન નિમિતે ભારતીય રેલવે દ્વારા ચાલી રહેલ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશને પહેલું વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે.

ભરૂચ.પશ્ચિમ રેલવે દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સ્વચ્છતા અને સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ઉજવણીના ભાગરૂપે વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, ગોધરા સહિતના રેલવે સ્ટેશનો અને પરિસરમાં સાફ સફાઈ, વૃક્ષારોપણ, સ્વચ્છતા સાધનોની જોગવાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

સ્વચ્છતા પખવાડિયામાં શનિવારે વડોદરા વિભાગના ભરૂચ રેલ્વે સ્ટેશન પર સીએસઆરના હેઠળ વર્ટિકલ ગાર્ડન સ્થાપિત કરીને સ્ટેશનને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટેની પહેલ કરવામાં આવી હતી. વડોદરા ડિવિઝનમાં વર્ટિકલ ગાર્ડનથી સજ્જ બનેલ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ભરૂચ પહેલું સ્ટેશન બની ગયું હોવાનું પી.આર.ઓ. ખેમરાજ મીના એ જણાવ્યું હતું.

આ ઉપરાંત મંડળના છાયાપુરી સ્ટેશન પર એકલ ઉપયોગી પ્લાસ્ટિક કચરા માટે એક અલગથી ડસ્ટબીનો પણ લગાવવામાં આવી હતી.

શુ છે વર્ટિકલ ગાર્ડન 

જેમને ફૂલ-ઝાડ ઘરમાં રાખવાનો શોખ હોય પરંતુ તેમના ઘરમાં જગ્યાનો અભાવ હોય તો તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે વર્ટિકલ ગાર્ડન. આ પ્રકારના ગાર્ડન ઈનડોર અને આઉટડોટ બંને જગ્યાએ તૈયાર કરી શકાય છે. આ ગાર્ડનમાં ફૂલ-છોડ જમીનમાં નહીં પરંતુ દિવાલ પર ઉગાડવામાં આવે છે. આ રીતે ઘરમાં શાકભાજી પણ ઉગાડી શકાય છે.

ભરૂચ શહેરમાં સ્ટ્રીટલાઈટો પર તૈયાર કરાયેલ વર્ટિકલ ગાર્ડન

ભરૂચ પાલિકા દ્વારા મુખ્યમાર્ગો પર ડિવાઈડર વચ્ચે સ્ટ્રીટ લાઈટો મૂકી ત્યાં વર્ટિકલ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યા છે. જેના લીધે શહેરની શોભા વધવા સાથે પર્યાવરણનું પણ જતન થઈ રહ્યું છે. જેને કારણે પર્યાવરણ અને શહેરની સુંદરતા બંન્નેમાં વધારો જોવા મળશે.

પ્રદૂષણ ઘટશે

વાતાવરણમાં ખૂબ ઝડપથી વધતાં પ્રદૂષણથી આ ગાર્ડન તમને બચાવી શકે છે. વર્ટિકલ ગાર્ડન હવાને શુદ્ધ કરે છે. વર્ટિકલ ગાર્ડનમાં બાસ્કેટ કે કુંડાને એવી રીતે ગોઠવવા કે તે એકની ઉપર એક રહે. આમ કરવાથી દિવાલ લીલોતરીથી ભરેલી દેખાશે અને વધારે કુંડાનો સમાવેશ પણ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે પ્રદૂષણ માત્ર કારના ધુમાડા, સિગરેટ બીડી કે પછી ફેક્ટરીના ધુમાડાથી જ નથી ફેલાતું. ઘરના વાતાવરણમાં પણ પ્રદૂષણ ફેલાતું હોય છે. ઘરની હવાને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ વર્ટિકલ ગાર્ડન છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud