• ગત વર્ષે 180 ટકા થી વધુ મોસમનો વરસાદ ખાબકવા સાથે આસોમાં પણ આભમાંથી મેઘ વરસતા ખેલૈયાઓના નોરતા પણ બગડ્યા હતા
  •  39 ડિગ્રી દિવસે અને રાત્રે 28 ડિગ્રી તાપમાન વચ્ચે ડ્રોપ આઉટથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
ભરૂચ. જિલ્લામાં આ વર્ષે પણ 167 ટકા મેઘમહેર રહેવા સાથે અધિક માસમાં શ્રાવણ જેવો ઘાટ બપોરે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે સર્જાયો હતો. એકાએક વાદળો ઘેરાવા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા લોકોમાં દોડધામ સાથે સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું.
ચોમાસાની મોસમ આ વખતે પણ ભરૂચ જિલ્લા માટે દેમાર રહી હતી. ગત વર્ષે 180 ટકા થી વધુ મોસમનો વરસાદ ખાબકવા સાથે આસોમાં પણ આભમાંથી મેઘ વરસતા ખેલૈયાઓના નોરતા પણ બગડ્યા હતા. હાલ અધિક માસ પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી રહેવા સાથે આસોના આગમનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દિવસે 39 ડિગ્રી આસપાસ તાપમાન વચ્ચે આકરી ગરમીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે.
મોડી રાતે અને વહેલી સવારે પણ હજી આંશિક ઠંડી વાતાવરણમાં જામી રહી નથી ત્યાં રાત્રી તાપમાન પણ 28 ડિગ્રી ઉપર નોંધાઇ રહ્યું છે. ગુરુવારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકરી ગરમી બાદ આકાશમાં વાદળો ઉતરી આવતા અચાનક જોરદાર ઝાપટું વરસી પડ્યું હતું.
ધોધમાર વરસાદ તૂટી પડતા લોકોમાં દોડધામ સાથે વાતાવરણમાં ક્ષણિક ઠંડક પ્રસરી ગઈ હતી. મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ભારે અંતરને લઈ ડ્રોપ આઉટ સર્જાતા જોરદાર ઝાપટું વરસ્યું હોવાનું હવામાન વિભાગના અધિકારીઓ એ જણાવ્યું હતું. ઇલાવ ગામમાં જોતજોતામાં રસ્તાઓ ભીંજાઈ જવા સાથે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !