• રાતે વીજળીના જોરદાર કડાકા-ભડાકા સાથે તોફાની એન્ટ્રી
  • તમામ 9 તાલુકામાં 10 થી 75 મિમી સાર્વત્રિક આકાશી જળ વર્ષા
  • મૌસમનો કુલ વરસાદ 134 ટકા

ભરૂચ. સતત બીજા વર્ષે રેવામાં રેલ વચ્ચે મૌસમનો કુલ વરસાદ 134 ટકા ને વટાવી ગયો છે. અધિક માસમાં મધરાતે વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે દેમાર વરસાદ તૂટી પડતા ભરૂચ શહેરમાં માત્ર દોઢ કલાકમાં જ 3 ઇંચ વરસાદ ખાબકી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ભરૂચમાં ભાદરવા મહિનામાં આકરા તાપ વચ્ચે મેઘરાજાએ સમયાંતરે હળવા થી ભારે ઝાપટા સ્વરૂપે વરસી પોતાની હાજરી નોંધાવી હતી. ગત વર્ષે ભરૂચ જિલ્લામાં રેકોર્ડ બ્રેક 175 ટકા સિઝનનો વરસાદ વરસ્યો હતી.

આ વર્ષે પણ મોસમના કુલ વરસાદની સરેરાશ 6525 મિમી સામે જિલ્લામાં 134 ટકા એટલે કે 8754 મિમી વરસાદ નોંધાઇ ચુક્યો છે. અધિક માસના આરંભ સાથે શનિવારે મધરાતે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

વીજળીના જોરદાર ગડગડાટ સાથે ભરૂચ શહેર સહિત જિલ્લામાં વરસાદ તૂટી પડતા જોતજોતામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભરૂચ શહેર અને તાલુકામાં માત્ર દોઢ કલાકમાં જ 75 મિમી એટલે કે 3 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. જયારે હાંસોટ તાલુકામાં 55 મિમી, અંકલેશ્વરમાં 38 મિમી, વાગરામાં 30 મિમી, વાલિયા 30 મિમી, ઝઘડિયા 17 મિમી, નેત્રંગ 12 મિમી, આમોદ 10 મિમી અને સૌથી ઓછો જંબુસર તાલુકામાં માત્ર 4 મિમી વરસાદ વરસ્યો હતો.

તાલુકવાર મોસમનો અત્યાર સુધી સૌથી વધુ 207 ટકા નેત્રંગ જ્યારે ઝઘડિયા 84 ટકા નોંધાયો છે. વરસાદ બાદ રવિવારે ભજીયા અને ગાંઠિયાની દુકાનોએ લોકોની વહેલી સવારથી જ કતારો લાગી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud