રાજેન્દ્રનગર સોસાયટીમાં પેવર બ્લોકના કામ ન ખાતમુહૂર્ત માં થયો વિરોધ
કોર્પોરેટરના સાંસદ સાથે અંછાજતું વર્તનનો વિડીયો વાઇરલ
રાજપીપળા. રાજેન્દ્રનગરમાં પેવર બ્લોકની કામગીરીના ભૂમિપૂજનમાં સાંસદ મનસુખ વસાવા સાથે અપક્ષ કોર્પોરેટર એ બોલા ચાલી કરી બોર્ડમાં કામ લીધું ન હોય તો કઈ રીતે શરૂ કરાયા ના વિરોધ સાથે ઝીભાઝોડી કરી હતી.
રાજપીપળા નગરપાલિકા ના અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવા અને સાંસદ મનસુખ વસાવા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે કોર્પોરેટર મહેશ વસાવા ના આક્ષેપ કે બોર્ડ માં કામ લીધું નથી તો કેવી રીતે કામ નું ખાતમહુર્ત કરવામાં આવી રહ્યું છે. સામે મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે , સાંજે તો મારા ઘરે ટોળું મોકલું હતું. આ કામ મેં મંજુર કરાવ્યું છે.
https://twitter.com/watchgujarat/status/1314872296486498304?s=21
અપક્ષ સભ્ય એ સાંસદ સાથે ઉગ્ર બોલાચાલીમાં ઉતરી પડતા સાંસદે તું તા નઈ કરવાની સીધી રીતે વાત કરવાની કહી અપક્ષ કોર્પોરેટરને મર્યાદામાં રહેવાની સ્પષ્ટ ચેતવણી આપી હતી. સાંસદ અને કોર્પોરેટર વચ્ચે ભૂમિપૂજનના કાર્યક્રમમાં જાહેરમાં વિખવાદને લઈ અન્ય આગેવાનો વચ્ચે પડ્યા હતા. સાંસદ સામે રીતસરના ઉતરી પડેલા કોર્પોરેટરને ધક્કા મારી ને ત્યાં ઉભેલા લોકો બહાર લઈ ગયા હતા.
સાંસદ અને અપક્ષ કોર્પોરેટર વચ્ચે થયેલા વિવાદનો વિડીયો વાયરલ થતા રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. બન્ને વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીમાં કોર્પોરેટરે ભાન ભૂલી સાંસદ ને અપશબ્દો પણ બોલ્યા હોવાનું વીડિયોમાં જણાતાં સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો શરૂ થઈ ગયા છે.
- રાજેન્દ્રનગર સોસાયટીમાં પેવર બ્લોકના કામ ન ખાતમુહૂર્ત માં થયો વિરોધ
- કોર્પોરેટરના સાંસદ સાથે અંછાજતું વર્તનનો વિડીયો વાઇરલ