BTP-કોંગ્રેસ શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા છેલ્લી ખાસ સામાન્ય સભા મળી
પૂરક બજેટ, વિકાસના કામો, રાઈટ ટુ એજ્યુકેશન એકટ સહિત 13 મુદ્દે સર્વાનુમતે ઠરાવો કરી કામોને બહાલી
ડિસેમ્બરમાં ચૂંટણી પૂર્વે છેલ્લી ખાસ સભામાં અંદાજે 15 કરોડથી વધુ વિકાસના કામો મંજુર
ભરૂચ. BTP અને કોંગ્રેસ ગઠબંધન શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વેની છેલ્લી ખાસ સામાન્ય સભા મંગળવારે જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ જશુભેન પઢીયારના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષ અનિલ ભગત, ડીડીઓ અરવિંદ વિજયન, વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યો હાજર રહ્યા હતા.
ચૂંટણી પૂર્વેની છેલ્લી ખાસ સામાન્ય સભામાં બહાલી માટે 13 કામો મુકવામાં આવ્યા હતા. જે 13 મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી સર્વાંનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. ઉપપ્રમુખ અનિલ ભગતે જણાવ્યું હતું કે, આ અમારી છેલ્લી ખાસ સામાન્ય સભા હતી. વર્ષ 2015 થી 2020 ની 5 વર્ષની BTP- કોંગ્રેસ શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની ટર્મ ડિસેમ્બરમાં પૂર્ણ થશે.
આજની ખાસ સભામાં RTE રાઈટ ટુ એજ્યુકેશન એકટનો મહત્વનો મુદ્દો ઉઠવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં RTE હેઠળ 3200 જગ્યા માટે 5048 અરજીઓ આવી હતી. જે પેકી સામાન્ય કારણોસર 1546 બાળકોની અરજી રદ કરાઇ છે. જે અંગે સામાન્ય સભામાં લાંબી ચર્ચા કરી મત કેળવાયો હતો કે, શિક્ષણ વિકાસનું દ્વાર છે. જ્ઞાન, હરીફાઈ અને વિજ્ઞાનના યુગમાં ગામડા ના બાળકો, આદિવાસી અને ગરીબ છાત્રો રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ શિક્ષણથી વંચીત રહી ન જાય તે માટે સર્વાનુમતે ઠરાવ કરી રાજ્ય સરકારને રજુઆત કરવા ઠરાવાયું હતું. જેમાં રિજેક્ટ થયેલ 1546 બાળકોની અરજી સંદર્ભે વધુ એક તક આપવા ઠરાવ કરાયો હતો.
સાથે જ પૂરક બજેટ રજૂ કરી વિકાસના ₹15 કરોડ જેટલા કામોને પણ મજૂરી અપાઈ હતી. વિકાસના ₹50 લાખના કામોને પણ મંજુર કરાયા હતા.