યુવાનો દુકાન બંધ કરી ઘરે જતા 7 થી 8 નિગ્રો હાઇવેથી હાઇજેક કરી જંગલમાં લઈ ગયા
એક જ મહિનામાં ભરૂચ જિલ્લાના વતનીઓને લૂંટવાની ચોથી ઘટના
ભરૂચ. એક મહિનામાં દક્ષિણ આફ્રિકામાં વસતા ભરૂચ જિલ્લાના વતનીઓ પર ફાયરિંગ કરી લૂંટ ચલાવવાની ચોથી ઘટના શનિવારે ઘટી હતી. ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના 6 યુવાનો દુકાન બંધ કરી 7 સીટર કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે હાઇવે પરથી 7 થી 8 લૂંટારુઓએ તેમનું અપહરણ કરી 8 થઈ 10 ગોળીઓ ચલાવી ₹8 લાખ લૂંટી લીધા હતા. ગોળીબારમાં ભરૂચના 1 યુવાનને હાથ પર ઇજાઓ પોહચી છે.
દક્ષિણ આફ્રિકામાં ભારતીયો ઉપર હુમલાના અવારનવાર બનાવો બનતા રહે છે ભરૂચ જિલ્લામાંથી રોજી રોટી કમાવવા ગયેલા અને સાઉથ આફ્રિકા સ્થાયી થયેલા કેટલાય લોકો હબસીઓનો ભોગ બન્યા છે. આવો જ લૂંટનો વધુ એક બનાવ શનિવારે સાઉથ આફ્રિકાની વેંડા સિટીમાં બન્યો હતો. વિક એન્ડ માં 7 સીટર કારમાં શોપ બંધ કરી ભરૂચ જિલ્લાના ટકારીયા ગામ ના 6 યુવાનો ઘરે જઈ રહ્યા હતા.
હાઇવે પર 7 થી 8 નિગ્રો લૂંટારુઓએ આવી કાર સાથે 6 યુવાનોને હાઇજેક કરી જંગલમાં લઈ ગયા હતા. 8 થી 10 ગોળીઓ કારની બહાર અને અંદર ચલાવી કરાયેલા ગોળીબારમાં ટકારીયા ના મૈયુદિન ઇસ્માઇલ બોઘા ને ગોળીઓ હાથમાં વાગી હતી. ભારતીય ચલણ પ્રમાણે ₹8 લાખ જેટલી રકમની માતબર લૂંટ કરી લૂંટારુઓ 6 યુવાનોને મોહફીલા ગ્રાવલ રોડ પર છોડી નાસી ગયા હતા.
સમગ્ર ઘટનાની જાણ ભરૂચમાં થવા સાથે લૂંટારુઓનો ભોગ બનેલા યુવાનોનો ઓડિયો તેમજ લૂંટના ફોટા વાયરલ થતા ભરૂચમાં રહેતા પરિજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા માં 50 થી વધુ ભરૂચ જિલ્લાના લોકો મોત ને ભેટ્યા છે. વેંડા સિટીમાં જ 70000 ની વસ્તીમાં 20000 ગુજરાતીઓ વસે છે. જેઓનું યોગદાન ત્યાંના અર્થતંત્રમાં 50 ટકા કરતા પણ વધુ છે.