• રીક્ષા લઈ મોલ્સ, ધાર્મિક સ્થળો એ આવી ડીકી ખોલી ચોરી કરતો આરોપી ઝબ્બે
  •  5 મોબાઈલ, રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે
ભરૂચ. શહેર પોલીસે મોપેડ જેવા વાહનોની ડીકીમાંથી રોકડા નાણાં અને મોબાઈલ ફોન ચોરી કરતા ઈસમને 5 મોબાઈલ અને રીક્ષા સાથે ઝડપી પાડ્યો હતો. ધાર્મિક સ્થળો, મોલ્સ, શોપિંગ સેન્ટરો કે જાહેર સ્થળો બહાર પાર્ક કરેલા જયુપીટર-એક્ટિવા પાસે આરોપી રીક્ષા લઈ પોહચી જઇ ડીકી ખોલી સમાનની ચોરી કરતો હતો.
ભરૂચ શહેરમાં ગત  ૨૧ ઓક્ટોબરે લીંક રોડ ઉપર આવેલ મોઢેશ્વરી મંદીર સામે પાર્ક કરેલ જ્યુપીટર મોપેડની ડીકીમાં મુકેલ પર્સમાંથી રોકડા રૂપિયા 500 તથા રીઅલમી કંપનીનો સ્માર્ટ મોબાઇલ ફોન કિમત રૂપિયા 9500 મળી કુલ કિંમત રૂપિયા 1000 તેમજ અન્ય દસ્તાવેજોની ચોરી થઇ હતી. જે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો.
ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના આપેલ જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ના માર્ગદર્શન હેઠળ શહેર એ ડીવીઝન પોલીસ ઇન્સપેકટર એ.કે.ભરવાડ તથા સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સર્વેલન્સનાં આધારે સદર ગુનાને અંજામ આપનાર ઇસમ ભરૂચ શહેર સ્ટેશન સર્કલથી પાંચબતી તરફ રીક્ષામાં કેટલાક ફોન ચોરીનાં લઇને પસાર થતો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી.

પાંચબત્તી નજીક રીક્ષા ચાલક એઝાજ ગુલામ મંહમદ મલેક રહે આલી ડીંગી, ઢાળ પાસે, સૈયદવાડ, ભરૂચ પાસેથી અલગ – અલગ કંપનીનાં પાંચ મોબાઇલ કુલ કિં.રૂ.24500 તથા રીક્ષા કિં.રૂ. 75000 ગણી કુલ કિં.રૂ. 99500 નો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબ્જે કરાયો હતો.
 આરોપી એઝાંઝની વધુ પુછપરછ દરમ્યાન  ચોરી કરેલ વધુ એક રીઅલમી સ્માર્ટ મોબાઇલ તથા રોક્ડા રૂપિયા 500 ની કબુલાત કરતા  રૂપીયા તેમજ મોબાઇલ ફોન રીકવર કરવામાં આવેલ છે.
આરોપી ધાર્મિક સ્થાનકો કે મોલ કે અન્ય જાહેર સ્થળેપાર્ક કરેલ મોપેડ પર બેસી  ડીકી ખોલી ડીકીમાંથી પર્સ અને મોબાઈલ ચોરી કરવાની આદત ધરાવે છે. આગાઉ પણ સી ડિવિઝન પોલીસ મથકે આવી રીતે જ કરેલી ચોરીમાં પકડાયો હતો.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud