• શીતલ સર્કલ પર સી ડિવિઝનની તપાસમાં બેગમાંથી રૂ . 1.38 લાખના ફોન મળી આવ્યા
  • તમામ મોબાઇલો ચોરી છળ – કપટથી લાવેલ હોવાનું જણાઇ આવતા C.R.P.C કલમ 102 મુજબ વધુ તપાસ અર્થે કબજે કરાય હતા.

ભરૂચ. શીતલ સર્કલ ઉપર હાલ ક્રોરોના મહામારી વચ્ચે માસ્ક તેમજ ટ્રાફિકના નિયમની અમલવારીમાં રહેલી સી ડિવિઝન પોલીસે વાહન ચેકીંગમાં 3 યુવાનોને ચોરીના 14 ફોન કિંમત 1.38 લાખ સાથે ઝડપી લીધા હતા.

ભરૂચ જીલ્લા પોલીસ આધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી વાઘેલા નાના માર્ગદર્શન મુજબ પીઆઇ ડી . પી. ઉનડકટ સર્વેલન્સ સ્ટાફ સાથે શીતલ સર્કલ ખાતે વાહન ચેકીંગ ક્રિબરહ્યા હતા.

દરમ્યાન 3 ઇસમ શંકાસ્પદ હાલતમાં જણાઇ આવતા તેમને રોકી તપાસ કરતા તેમની પાસે ની બેગ માથી અલગ – અલગ કંપનીના મોબાઇલ 14 મોબાઇલ કિ.રૂ 1.38 લાખના મળી આવ્યા હતા. તમામ મોબાઇલો ચોરી છળ – કપટથી લાવેલ હોવાનું જણાઇ આવતા C.R.P.C કલમ 102 મુજબ વધુ તપાસ અર્થે કબજે કરાયા હતા.

૪૧ ( ૧ ) ડી મુજબ પકડાયેલ આરોપી વસીમ હનીફભાઇ શેખ ઉ.વ ૨૩, આસીફ ઉર્ફે અસફાક અસરફ શાહ ઉ.વ ૨૨ બન્ને રહે. કોસાડ આવાસ સાયણ -અમરોલી રોડ, સુરત અને બિલાલ અબ્દુલ રસીદભાઇ સૈયદ ઉ.વ ૩૫ મુળ. રહે ભાગલીવાડ નાઝ ટોકીઝ પાસે જબુસર જી ભરૂચ હાલ.રહે બાવાગોર નો ટેકરો નવીનગરી માંડવી સુરતને પી.આઈ સાથે અ.હે.કો. શૈલેષભાઈ, પ્રભાતભાઇ, વિજયસિંહ સહિતે પકડ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud