• શીરા ગામના ખેડૂતને ટ્રેક્ટર અપાવાના બહાને જમીનના દસ્તાવેજો લઈ ૫૩ લાખની લોન ઉપાડી છેતરપિંડી કરી
  • 11 વર્ષ પહેલાં કરાયેલી છેતરપિંડીમાં વાલિયા પોલીસ મથકે ભેજબાજો સામે ગુનો નોંધાયો

ભરૂચ. વાલિયા તાલુકાના શીરા ગામે ટ્રેકટર માટે લોન અપાવવાની ખાતરી આપી વૃદ્ધ આદિવાસી ખેડૂતની જમીનોના કાગળિયા લઈ તેના પર ₹53.25 લાખની લોન લઈ ભેજબજોએ 11 વર્ષ પહેલાં બેંક કર્મીઓના મેળાપીપણા કરેલી ઠગાઈની ફરિયાદ નોંધાઇ છે.

વાલિયા તાલુકાના શીરા ગામના ગુંદા ફળીયામાં રહેતા ૭૦ વર્ષિય આદિવાસી રમેશભાઇ કારયા ભાઈ વસાવાના બાપદાદાએ ૫૦ વર્ષ પહેલાં ગામના બ્લોક નંબર ૩૭-૩૮ અને ૪૦ વાળી જમીન ખરીદી હતી હાલમા રમેસ ભાઈ તે જમિન પર ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

૨૦૦૯ ની સાલમાં વાંદરીયા ગામ નો મગનભાઇ કોલિયા ભાઈ વસાવા ગામમાં ટ્રેકટરની લોન માટે અવારનવાર આવતો હતો તેની સાથે ઓળખાણ બાદ ટ્રેક્ટરનિ લોન લેવા માટે વાતો કરતાં ફરીયાદીએ ટ્રેક્ટર લેવાનું વિચાર્યું હતું જેમાં રાજપારડીના શિવશક્તિ ટ્રેક્ટરનાં ડીલર કિરીટસીંહ મોતિ સિંહ મહિડા રહે. સરસાડ તાલુકા ઝઘડિયા, જિલ્લા ભરૂચ સાથે પરિચય કરાવ્યો હતો ત્યારબાદ (૭/૧૨ ) અને ( ૮/અ ) ના ઉતારા સાથે ઓળખકાર્ડ તૈયાર રાખવાનું જણાવીને કિરિટસિંહ મહિડા શીરા ગામે આવીને લોનના અલગ અલગ કાગળો પર ફરીયાદીને તથા તેમના છોકરાને વિશ્વાસમાં લઇ સહીઓ કરાવી હતી. અને તેમના અંગુઠા કરાવયા હતા ,ફરિયાદીએ લોન ક્યાંથી મળશે એ અંગે પુછતા વાલિયા બેન્કો ઓફ બરોડા માંથી મળસે તેમ જણાવ્યું હતું, ત્યારબાદ એક વર્ષ સુધી ટ્રેક્ટર નહીં મળતા ફરિયાદીએ વારંવાર કિરીટ સિંહ મહીડાને પુછતા પુછતા તેઓ દિલસા જ આપતા હતા.

બાદમા ફરીયાદિએ ખેતર ના કટીયા કડાવતા માલુમ થયુ કે આરોપીએ ફરિયાદીના ખેતર પર બેન્ક ઓફ બરોડા ભાલોદ શાખામાથી અને બેન્કો બરોડા વાલિયા શાખામાંથી બેન્કના કર્મચારીઓની મિલિ ભગત થી અલગ અલગ લોન ઉપાડી ખેડુત સાથે છેતરપિંડી કરી કુલ ૫૩.૨૫ લાખની લોન ઉપાડી લિધેલી હતી ૧૧ વર્ષ પહેલા થયેલી છેતરપિંડીના ગુનામા વાલીયા પોલિદ મથકમા તારીખ ૧૮/૯/૨૦ ના રોજ ઝઘડીયા તાલુકાના સરસાડ ગામના કિરીટ સિંહ મોતીસિહ મહિડા અને વાંદરીયા ગામના મગન કોલિયા વસાવા સામે વાલિયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud