•  વડોદરા જેલમાં અજજુને બચાવવા મોહસીન વચ્ચે પડયો હતો 
  • વર્ષ 2015 માં RSSના 2 નેતાના મર્ડર પહેલા સુરતના માછીવાડ ખાતે રહેતાં મહંમદ મોહસીન ખાન શરીફખાન પઠાણ અને વરિયાળી બજારના નિશાર અહેમદ મકસુદ શેખની સંડોવણી પણ બહાર આવી હતી.

વડોદરા . વર્ષ 2015 માં ભરૂચ ખાતે બે હિંદુ નેતાઓની ઓફિસમાં ઘુસીને તેમના પર ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી બનાવમાં મોહસીનની સંડોવણી બહાર આવતા તેની ઘરપકડ કરી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ધકેલવામાં આવ્યો હતો. જો કે મોહસીન અને અજ્જુ કાણીયો એક જ બેરેકમાં હોવાથી બંન્ને એક બીજાથી પરિચીત હતા. તેવામાં બુધવારે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે અજ્જુ કાણીયાની હત્યાના ચકચારી બનાવમાં મોહસીન પઠાણ ફરિયાદી બન્યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, વર્ષ 2015 માં ભરૂચના આરએસએસના અગ્રણી શિરીષ બંગાળી અને ભાજપ યુવા નેતા પ્રગ્નેશ મિસ્ત્રીના ચકચારી ડબલ મર્ડર કેસમાં દેશની અગ્રણી તપાસ સંસ્થા એનઆઇએ સહિતની એજન્સીઓ દ્વારા આરોપીઓની ધરપકડ કરી અનેક ચોંકાવનારી વિગતો ખુલ્લી પાડી હતી.

જેમાં અંધારી આલમના કુખ્યાત જાવીદ ચીકણાએ ભરૂચના હિંદુ નેતાઓની હત્યા માટે ₹50 લાખની સોપારી આપી હોવાનો દાવો એટીએસ દ્વારા કરવામાં આવ્યો હતો. બંન્ને નેતાઓની હત્યા માટેની સોપારીના નાણા આંગડીયા મારફતે આવ્યાં હોવાની વિગતો પણ પોલીસની તપાસમાં બહાર આવી હતી. સોપારીના નાણા લંડનથી આવ્યાં હોવાની ચર્ચાએ પણ ભારે જોર પકડયું હતું.

અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોંબ ધડાકાઓમાં સંડોવાયેલા આરોપીઓએ પાવાગઢના જંગલોમાં જે પ્રકારે તાલીમ મેળવી હતી તેવી તાલીમ ભરૂચ ડબલ મર્ડર કેસના આરોપીઓને આપવામાં આવી હોવાનો ખુલાસો પણ તે સમયે થયો હતો. ભરૂચ RSSના અગ્રણી શિરીષ બંગાળી અને ભાજપ યુવા મોર્ચાના નેતા પ્રજ્ઞેશ મિસ્ત્રીને ઠાર મારતાં અગાઉ શાર્પ શુટરોએ સુરતમાં કોઇ અજ્ઞાત સ્થળે ફાયરીંગની પ્રેકટીસ કરી હોવાની વિગતો બહાર આવી હતી.

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યા પાછળ કરોડો રૂપિયાની જમીનનો વિવાદ કારણભૂત હોવાની ચર્ચા પણ ચાલી હતી.

એટીએસના દાવા મુજબ ભરૂચની મદની પાર્ક સોસાયટીમાં રહેતો જોયેબ ઉર્ફે જુહેબ જીયાઉદ્દીન અંસારી અને સુરતના ચોકબજારમાં રહેતો હૈદરઅલી મહંમદ હનીફ શેખ મોટરસાઇકલ લઇને સુરતથી ભરૂચ આવ્યા હતાં. જયાં તેઓએ સુર્યા પ્રિન્ટર્સની ઓફિસમાં જઇ જોયેબે 9 એમએમની પિસ્તોલમાંથી શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રી પર એકદમ નજીકથી ફાયરિંગ કર્યું હતું. હૈદર મોટરસાઇકલ લઇને બહાર ઉભો રહયો હતો. જ્યારે ભરૂચની મદની પાર્કમાં રહેતાં ઇનાયત ઐયુબ વોરાએ સુરતના મક્કા પેલેસમાં રહેતાં સૈયદ ઇમરાન સૈયદ મહંમદ કાદરીને સોપારી આપવામાં આવી હતી.

સુરતના માછીવાડ ખાતે રહેતાં મહંમદ મોહસીન ખાન શરીફખાન પઠાણ અને વરિયાળી બજારના નિશાર અહેમદ મકસુદ શેખે હત્યા અગાઉ થોડા સમય પહેલા જગ્યાની રેકી કરી હતી. આમ વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલો અને ભરૂચ ડબલ મર્ડરનો આરોપી મોહસીન જ હવે અજજુની હત્યામાં ફરિયાદી બન્યો છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !