પરિવારજનો, આગેવાનો સાથે 100 થી 150 ગાડીઓનો કાફલો જોડાયો
પરિવારની પરવાનગી અને કોવિડ 19 ગાઈડલાઈન મુજબ સવારે પાર્થિવ દેહને દર્શન માટે મુકવાનો નિર્ણય લેવાશે
WatchGujarat. વડોદરાથી ગ્રીન કોરિડોર કરી અહેમદ પટેલના પાર્થિવ દેહને પરિવારજનો, વડોદરા અને ભરૂચ કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થતી અને ગાડીઓના કાફલા વચ્ચે અંકલેશ્વર રાતે 11 કલાકે લાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર અહેમદ પટેલે જ નિર્માણ કરેલી અને રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરાયેલી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એહમદ પટેલનો પાર્થિવ દેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે.
પરિવાર અને પ્રોટોકલ મુજબ પરવાનગી મળશે તો સવારે તેમનો પાર્થિવ દેહ દર્શન માટે ગ્રામજનો, કાર્યકરો, આગેવાનો માટે મુકાશે તેમ કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા એ જણાવ્યું હતું. વડોદરાથી તેમના પુત્ર ફૈઝલ પટેલ, પુત્રી મુમતાઝ, જમાઈ અને પત્ની સાથે પ્રદેશ કોંગ્રેસના દિગગજો અંકલેશ્વર તેમના પાર્થિવ દેહને લઈ આવતા રાતે હોસ્પિટલ બહાર અને અંદર આગેવાનો, શુભચિંતકો અને ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હાર્દિક પટેલ, પરેશ ધનાની સહિત 100 થી 150 ગાડીઓનો કાફલો રાષ્ટ્રીય નેતાના પાર્થિવ દેહ સાથે આવી પોહચતા પોલીસ અને આગેવાનો વ્યવસ્થામાં જોડાઈ રહ્યા છે. #Ankleshwar
https://youtu.be/Ygl6TSaQDTA
અહેમદ પટેલની અંતિમ ક્રિયામાં હાજર રહેનાર મહાનુભાવો
રાહુલ ગાંધી-પૂર્વ અધ્યક્ષ કોંગ્રેસકમલનાથ- પૂર્વ સી.એમ.ભુપેશ બઘેલ-સી.એમ.-છત્તીસગઢઆંનદ શર્મા- આગેવાન કોંગ્રેસહાર્દિક પટેલ-કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસગુજરાતનું સમગ્ર મોવડી મંડળ
More News #Ankleshwar