• જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ અને GPCB એ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી
  • ખાનગીકરણ બાદ સિવિલના પીવાના પાણી, સફાઈ, વીજળી સહિત અનેક સુવિધામાં ગંભીર બેદરકારી

#Bharuch - લાપરવાહ તંત્ર : સિવિલ હોસ્પિટલમાં વપરાયેલી PPE કીટ અને મેડિકલ વેસ્ટનો જાહેરમાં ઢગલો કરાયો

WatchGujarat. ભરૂચ જિલ્લાની ગરીબ અને જરૂરિયાતમંદ પ્રજાને આરોગ્ય સેવા પુરી પાડતી એકમાત્ર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ ખાનગીકરણ બાદ કોરોના સંક્રમણ વચ્ચે લોક આરોગ્યને ગંભીર નુકસાન થાય તેવી બેદરકારી છતી થતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ અને જીપીસીબી એ દોડી આવી તપાસ હાથ ધરી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલ પરિસરમાં મેડિકલ કોલેજ તરફ જવાના રસ્તે ઉપયોગમાં લેવાયેલ પી.પી.ઇ.કીટ પણ ખુલ્લી જગ્યામાંથી મળી આવતા ગંભીર બેદરકારી બહાર આવતા અનેક સવાલો ઉભા થયા છે. મેડિકલ વેસ્ટ સિવિલ હોસ્પિટલનો ન હોવાનો સિવિલ પ્રશાસનનોએ લુલો બચાવ કર્યો છે.

ખાનગીકરણ બાદ હમેશા એક યા બીજા વિવાદોમાં સપડાતી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લોક આરોગ્યને કોરોના વચ્ચે ગંભીર નુકસાની થઈ શકે તેમ જાહેરમાં વપરાયેલી પીપીઇ કિટ અને મેડિકલ વેસ્ટના ખડકલા થી ખળભળાટ મચી ગયો છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મેડિકલ વેસ્ટના ઢગમાંથી ઉપયોગમાં લેવાયેલ પી.પી.ઇ.કીટ પણ મળી આવી હતી. આ અંગે સિવિલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વેસ્ટ સિવિલ હોસ્પિટલનો નથી પરંતુ બહારની કોઈ હોસ્પિટલ દ્વારા ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો છે.

એક તરફ કરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર પ્રયતનો કરી રહી છે તો બીજી તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ તરફ જવાના માર્ગ પર જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉપયોગમાં લેવાયેલ ઇન્જેક્શન, હેન્ડ ગ્લોસ સાથે પી.પી.ઇ.કીટ પણ મળી આવી હતી. કોરોનાનું સંક્રમણ ગંભીર તબક્કામાં ચાલી રહ્યું છે એવા સમયે જ પી.પી.ઇ.કીટ સહિત મેડિકલ વેસ્ટ જાહેરમાંથી મળી આવતા લોકોના સ્વાસ્થ્ય પર ખતરો ઉભો થયો છે.

#Bharuch - લાપરવાહ તંત્ર : સિવિલ હોસ્પિટલમાં વપરાયેલી PPE કીટ અને મેડિકલ વેસ્ટનો જાહેરમાં ઢગલો કરાયો

અગાઉ પણ અનેક વાર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી મેડિકલ વેસ્ટ જાહેરમાં મળી આવવા સહિત જાહેરમાં સળગાવવામાં આવતો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બાબતની જાણ થતા જ જિલ્લા આરોગ્ય વિભાગની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કોના દ્વારા બેદરકારી દાખવી મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો છે એ સહિતની વિગતો મેળવવા તપાસ શરૂ કરી હતી. સાથે જીપીસીબી એ પણ દોડી આવી તપાસ ચલાવી છે.

સિવિલ સર્જન ડો.જીતિયાએ જણાવ્યું હતું કે,આ મેડિકલ વેસ્ટ અને યુઝડ પી.પી.ઇ.કીટ સિવિલ હોસ્પિટલની નથી. સિવિલ હોસ્પિટલ દ્વારા જે પી.પી.ઇ.કીટનો ઉપયોગ કરાય છે એ અલગ પ્રકારની છે. અન્ય કોઈ હોસ્પિટલમાંથી દર્દીને સિવિલમાં એડમિટ કરવા આવતી એમ્બ્યુલન્સમાંથી આ વેસ્ટનો સિવિલ હોસ્પિટલમાં નિકાલ કરવામાં આવ્યો હોવાની તેઓએ શક્યતા દર્શાવી હતી.

અત્રે મહત્વપૂર્ણ છે કે સમગ્ર જિલ્લાના લોકોને આરોગ્યપ્રદ સેવા પૂરી પાડતી સિવિલ હોસ્પિટલનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપાતા સિવિલમાં પાર્કિંગ સહિત પરિસરમાં મોટી સંખ્યામાં સુરક્ષા કર્મી ખડકાય છે ત્યારે ધોળે દિવસે બહારની એમ્બ્યુલન્સ મારફતે જાહેરમાં જ મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો હોય અને કોઈના ધ્યાને આ બાબત ન આવી એ તપાસનો વિષય બન્યો છે.

સિવિલ હોસ્પિટલમાંથી ડે ટુ ડે મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે કે નહીં તેને લઈ ને પણ અનેક સવાલો ઉઠ્યા છે. અગાઉ પણ મેડિકલ વેસ્ટના પરિસરમાં ઢગલા અને તેને બાળી નાખવા અંગે સિવિલનું તંત્ર વિવાદોમાં સપડાયું હતું.

More #PPE #KIT #Bharuch News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud