• સારંગપુરમાં કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા શેખ પરિવારના મોટા પુત્રનું રમતા રમતા પાણીની ટાંકીમાં ડૂબી જતાં મોત
  • પિતા કામ માટે 15 મિનિટ મિત્રને મળવા ગયા અને માતા 15 દિવસ પહેલા ત્રીજા પુત્રનો જન્મ થયો હોય આરામમાં હતી

WatchGujarat. અંકલેશ્વરના સારંગપુર ભાડાના મકાનમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા શેખ પરિવારને ત્યાં 15 દિવસ પહેલા જ જન્મેલા ત્રીજા પુત્રની ખુશી 3 વર્ષના મોટા પુત્રના અકાળે મોત થી ઘેરા શોકમાં તબદીલ થઈ ગઈ છે.

મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના ચાંદ પાર્ક ગામના વતની આફતાબ અહેમદ સજ્જાદ અહેમદ શેખ રોજીરોટી માટે પરિવાર સાથે અંકલેશ્વર સ્થાયી થયા હતા. અંકલેશ્વર સારંગપુરમાં લક્ષ્મીનગરમાં તેઓ પત્ની અને 2 બાળકો 3 વર્ષનો શહેબાઝ અને 2 વર્ષના અરબાઝ ખાતે રહેતા હતા. 15 દિવસ પહેલા જ તેઓની પત્નીએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો હતો.

આફતાબ જીઆઈડીસીમાં આવેલી મહેતા કંપનીમાં ઠુમમર શેઠના કોન્ટ્રાક્ટમાં કલર કામ કરતો હતો. લક્ષ્મીનગરમાં શેખ પરિવાર વિનય પંડિતના મકાનમાં ભાડે રહી કલરકામ થકી પોતાનું ગુજરાન ચલાવે છે. સોમવારે પિતા આફતાબ કલરકામ માટે ગયા હતા ત્યાંથી રાત્રે પોણા આઠ કલાકે પરત ફરતા ઘર પાસે તેમના બન્ને બાળકો શહેબાઝ અને અરબાઝ રમી રહ્યા હતા. જ્યારે પત્ની ઘરમાં 15 દિવસના નવજાત પુત્ર સાથે આરામમાં હતી.

ઘરથી થોડેક જ દૂર આવેલા મિત્ર વિજયના ઘરે પિતા કામ અર્થે ગયા હતા. જ્યાંથી 15 મિનિટમાં જ પરત આવતા બીજા નંબરનો પુત્ર 2 વર્ષીય અરબાઝ એકલો જ ઘરે જોવા મળ્યો હતો. મોટો પુત્ર શહેબાઝ આસપાસ રમતો હોવાનું પિતાએ અનુમાન લગાવ્યું હતું. થોડા સમય પછી પણ પુત્ર નહીં દેખાતા તેની શોધખોળ આસપાસ કરી હતી. સમગ્ર સોસાયટી અને આજુબાજુ શહેબઝની તપાસ રાતભર કરવા છતાં નહિ મળી આવતા મંગળવારે સવારે 10.30 કલાકે પિતા પુત્ર ગમ થવા અંગે જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા.

પિતા સાથે પોલીસ સોસાયટીમાં પોહચી ત્યારે લોકોની ભારે ભીડ વચ્ચે પત્નીએ પિતા આફતાબને દુઃખદ સમાચાર આપતા શહેબઝના મોત થી પિતા ભાંગી પડ્યા હતા.

3 વર્ષનો શહેબાઝ સોમવારે નાના ભાઈ સાથે રમતા રમતા નજીકમાં આવેલા કંચન બેનના મકાન પાસે જઈ ચઢ્યો હતો. જ્યાં ઘર પાસે બનાવેલા અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકા માં પડતા તેનું ડૂબી જવાથી મોત નોપજ્યું હતું. પોલીસે ટાંકા માંથી શહેબાઝનો મૃતદેહ કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના અંગે વધુ તપાસ ઇન્ચાર્જ પી.આઈ. ઓ.પી.સીસોદીયા ચલાવી રહ્યા છે. પી.એમ. રિપોર્ટ બાદ જ શેહબાઝ નું મોત રમતા રમતા આકસ્મિક રીતે ડૂબી જવાથી થયું છે તે અંગે વધુ પુષ્ટિ થઈ શકશે.

More #શહેબાઝ #Sarangpur

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud