Watchgujarat. અંકલેશ્વર અહેમદ પટેલે જ નિર્માણ કરેલી અને રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરાયેલી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એહમદ પટેલનો પાર્થિવ દેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટ પર મોડી સાંજે અહેમદ પટેલનો પાર્થિવ દેહ આવી પહોંચ્યો હતો. ત્યાંથી કોન્વોય મારફતે અંકલેશ્વર લઈ જવામાં આવ્યો હતો.
અહેમદ પટેલને કોરોના થતા તેમને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમની દફન વિધિ પીરમણ ખાતે કરવામાં આવશે. દિલ્હી થી તેમના મૃતદેહને હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ સેવાદળના કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. અહેમદ પટેલને સેવાદળના કાર્યકર્તાઓએ ફર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ત્યાંથી કોન્વોય મારફતે અહેમદ પટેલના પાર્થિવ દેહને અંકલેશ્વર ખાતે લઈ જવામાં આવ્યો હતો. સંયોગની વાત એ છે કે, અંકલેશ્વર અહેમદ પટેલે જ નિર્માણ કરેલી અને રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરાયેલી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એહમદ પટેલનો પાર્થિવ દેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકાશે.
સવારે 11 કલાકે અંતિમવિધિ કરાશે
પરિવાર અને પ્રોટોકલ મુજબ પરવાનગી મળશે તો સવારે તેમનો પાર્થિવ દેહ દર્શન માટે ગ્રામજનો, કાર્યકરો, આગેવાનો માટે દર્શન માટે મુકાશે. અહેમદ પટેલની દફનવીઘીમાં કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી ઉપસ્થિત રહે ટેબી પ્રબળ શક્યતાઓ છે. વડોદરાથી તેમના પુત્ર ફૈઝલ પટેલ, પુત્રી મુમતાઝ, જમાઈ અને પત્ની સાથે પ્રદેશ કોંગ્રેસના દિગગજો અંકલેશ્વર તેમના દેહને લાવી રહ્યા છે