ભરૂચના બન્ને યુવાનો પોતાની રીક્ષા લઈ અંકલેશ્વરમાં પેટ્રોલ પંપ પર ફિલરની નોકરીએ જતા ઘટના ઘટી
એક કી.મી સુધીના ડમ્પર ચાલક રીક્ષાને ઘસેડીને લઈ ગયો
WatchGujarat. ભરૂચ- અંકલેશ્વર માર્ગ ઉપર એક ખાનગી શાળા નજીક ડમ્પર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનાં આ બનાવમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ડમ્પર અને રીક્ષા વચ્ચે સર્જાયેલ આ અકસ્માત એટલો ભયંકર હતું કે એક કી.મી સુધીના ડમ્પર ચાલક રીક્ષાને ઘસેડીને લઈ ગયો હતો. આગળનાં બોનેટની નીચેનાં ભાગે આખે આખી રિક્ષાના ફુરચા નીકળી ગયા હતા.
હાલ મામલે અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ અકસ્માત ક્યાં કારણોસર સર્જાયો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. અંકલેશ્વર શહેર પોલીસમાંથી મળતી માહિતી મુજબ શનિવારે ભરૂચના અયોધ્યા નગરમાં રહેતા યોગેશ છગન પરમાર પોતાની રીક્ષા લઈ નિયત ક્રમ મુજબ દિપક રમેશ બોરસે રહે. એકતાનગર, ભરૂચને બેસાડી અંકલેશ્વર પેટ્રોલ પંપ પર ફિલર તરીકે ફરજ બજાવવા જઈ રહ્યા હતા.
જે અરસામાં અંકલેશ્વર-ભરૂચ રોડ પર RMPS સ્કૂલ પાસે માટી ભરેલા ડમ્પર ચાલકે રીક્ષાને અડફેટે લેતા રીક્ષા ચાલક યોગેશભાઈ ને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે ડમ્પર નીચે કચડાઈ જતા દિપક બોરસેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.