• કન્ડેક્સન રીએક્ટરમાં પ્રેશર વધતા સર્જાઈ ઘટના
  • કલોરીનેશન ગેસ ની અસર થતા ત્યાં કામ કરતા 3 કામદાર ને પણ સારવાર અર્થે ખસેડાયા

પાનોલીની વાંકશન કેમિકલ કંપનીમાં કન્ડેક્સન ગ્લાસ ફાટતા 1 નું મોત, 3 ને ઇજા

WatchGujarat. અંકલેશ્વરની પાનોલી આદ્યોગિક વસાહતમાં આવેલી વાંકશન કેમિકલ કંપનીમાં કન્ડેક્સન રીએક્ટરમાં પ્રેશર વધી જતાં ધડાકા સાથે ગ્લાસ ફાટતા 1 વ્યક્તિનું મોત અને 3 ને ગેસની અસર થઈ છે.

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં વાંકશન કંપનીમાં કંડેક્શન ગ્લાસ વાગતા કામદારનું મોત નીપજ્યું છે. કલોરીનેશન ગેસ ની અસર થતા ત્યાં કામ કરતા 3 કામદાર ને પણ સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ કામદારો રજા અપાય હતી. ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કરી પ્લાન્ટ બંધ રાખવા તાકીદ કરી મૌખિક સ્થળ નોટીશ પાઠવી હતી.

વાંકશન કંપની સોમવારના બપોરે કોરલ પ્લાન્ટ માં કલોરીનેશનની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. જ્યાં કોરલ નામનું રસાયણ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન રિકેટર ના પ્રેસર વધતા તેના કન્ડેશન રિકેટર માં બ્લાસ્ટ થયો હતો. ધડાકા સાથે તેના ઢાંકણ સ્વરૂપે લાગેલ કંડેક્શન ગ્લાસ તૂટી ઉડ્યો હતો. જે ત્યાં કામ કરી રહેલ અંદાડા ગામ ના 52 વર્ષીય કામદાર છોટુલાલ પાટીલ ને વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. તો રિકેટર માં રહેલ કેમિકલ વેપર સ્વરૂપે ઉડતા ત્યાં કામ કરતા અન્ય 3 કામદાર ને તેની અસર થતા તમામને ખરોડ વેલકેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પાનોલીની વાંકશન કેમિકલ કંપનીમાં કન્ડેક્સન ગ્લાસ ફાટતા 1 નું મોત, 3 ને ઇજા

જ્યાં ફરજ પર ના તબીબે છોટુલાલ પાટીલ ને મૃત જાહેર કર્યો હતો. જયારે ગેસ ની અસર સાથે આવેલ દિલીપ યાદવ, વિનોદ કોરી અને સંજય યાદવને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી. તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. જિલ્લા ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને જાણ કરવા માં આવતા ફેકટરી ઈંસ્પેક્ટર એસ.પી. પાઠક તેમજ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી કોરલ પ્લાન્ટ બંધ રાખવાની તાકીદ કરી જરૂરી તકેદારી ના પગલાં લેવા સૂચના આપી હતી. સ્થળ તપાસ આધારે મૌખિક તેમજ લેખિત સ્થળ નોટીશ પણ પાઠવી ફેક્ટરી ઇન્સ્પેક્ટર ફટકારી છે.

More #Blast #Chemical #Company #Wanksons #પાનોલી #GIDC #Ankleshwar #Gujaratinews #WatchGujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud