• જિલ્લાના 9 તાલુકા મથકોએ કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના હોળીના વિરોધ કાર્યક્રમોમાં કોંગી આગેવાનોની અટકાયત
  • સાંજે કોંગી આગેવાનોએ પાંચબત્તી ખાતે આંદોલન માં મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાસુમન આપવા મીણબત્તીઓ પ્રગટાવી ખેડૂત બિલનો વિરોધ નોંધાવ્યો

#Bharuch - કિસાન વિરોધી 3 કાળા કાયદાના બીલની હોળી કરતા કોંગ્રેસ યુથ જિલ્લા પ્રમુખ દાઝ્યા, પોલીસ સાથે ઝપાઝપી

WatchGujarat. કેન્દ્ર સરકારના 3 કૃષિ બિલોને કાળો કાયદો ગણાવી ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસે ઝપલાવ્યું છે. કૃષિ બિલ વિરોધમાં ગુરુવારે ભરૂચ જિલ્લાના 9 તાલુકા મથકોએ બીલની હોળીનો વિરોધ કાર્યક્રમ પાઠવવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે 2 દિવસ પહેલા કૃષિ બિલના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં દિલ્હીમાં ચાલતા અહીંસક ખેડુત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડુતોને શ્રધ્ધાંજલી અપાઇ હતી. સાંજે કોંગી આગેવાનોએ પાંચબત્તી ખાતે આંદોલન માં મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાસુમન આપવા મીણબત્તીઓ પ્રગટાવી ખેડૂત બિલનો વિરોધ નોંધાવ્યો હતો.

#Bharuch - કિસાન વિરોધી 3 કાળા કાયદાના બીલની હોળી કરતા કોંગ્રેસ યુથ જિલ્લા પ્રમુખ દાઝ્યા, પોલીસ સાથે ઝપાઝપી

કોંગ્રેસે દ્વારા કૃષિ બિલ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા જિલ્લાભરમાં કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવા જીલ્લા મથકોએ પ્રદેશ નેતાઓએ પત્રકાર પરીષદમાં વિગતો જાહેર કરી હતી. જે અંતર્ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે કોંગ્રેસ કૃષિ બિલને લઈ ખેડૂતોના સમર્થનમાં આક્રમક બની છે.

કિસાન વિરોધી 3 કાળા કાયદાના વિરોધમાં તેને રદ કરવાની માંગ સાથે ગુરુવારે બપોરે ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકા મથકે કૃષિ બીલની હોળીનો વિરોધ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે તાલુકા અને યુથ કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના પત્રકની હોળી કરવામાં આવી હતી.

યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ કૃષિ બીલનું પત્રક સળગાવવા જતા પોલીસની ખેંચતાણ વચ્ચે ઝાળ લાગી જતા દાઝ્યા હતા. પોલીસ દ્વારા કૃષિ બીલની હોળી કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગી કાર્યકરો એ આગામી દિવસોમાં કૃષિ બિલના કાળા કાયદાને રદ કરવા તેમજ ખેડૂત આંદોલનના સમર્થનમાં વધુ જલદ કાર્યક્રમો પાઠવી મૂંગી અને બહેરી સરકારને જગાડવામાં આવશે તેવી ઘોષણા કરાઈ છે.

More #કોંગ્રેસ #Bharuch #Congress #oppose #Farm bill #Police #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud