• સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવી કોંગ્રેસે ખેડૂતોના હિતમાં ઝુકાવ્યું
  • સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસના ધરણા અને આવેદન

#Bharuch - ખેડૂત સંબંધિત 3 કાળા કાયદા પાછા નહિ ખેંચાય તો કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી રસ્તા પર ઉતરશે

WatchGujarat. સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના 62 કરોડ અન્નદાતાઓને મુઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ધૃણાસ્પદ કાર્ય કર્યું છે જે ખેડૂતો પ્રત્યેની સંવેદનાવિહીન કાર્ય પદ્ધતિનું પ્રતિબિંબ હોવાનું ભરૂચ જિલ્લા કોંગ્રેસે રાષ્ટ્રપતિને કલેકટર મારફતે પાઠવેલા આવેદનપત્રમાં જણાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

ત્રણ કૃષિ વિધેયકો પર મત વિભાજન માટે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની માગણીને ધરાર ફગાવી દઈને મોદી સરકારે દેશના 62 કરોડ કિસાનો – ખેતમજૂરોની જિંદગી સાથે સંકળાયેલા આ કાળા કાયદા પસાર કરાવી લેતા સમગ્ર દેશના કિસાનો , ખેતમજૂરી , મંડીના દુકાનદારો , મંડીના શ્રમિકો , કર્મચારીઓ , નાના ટ્રાન્સપોર્ટર્સ સહિત કરોડો લોકોનો ઉગ્ર વિરોધ – વંટોળ ભભૂકી ઊઠ્યો છે .

કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે આ વિધેયકોની આડમાં મોદી સરકાર વાસ્તવમાં શાંતાકુમાર કમિટી રિપોર્ટનો અમલ કરવા માગે છે કે જેથી સરકારને ઍફસીઆઈ દ્વારા લધુતમ સમર્થન મૂલ્ય ( એમએસપી ) પર ખરીદી કરવી ન પડે અને તેના દ્વારા વાર્ષિક રૂ.એક લાખ કરોડની બચત થાય. આથી કૃષિક્ષેત્ર અને ખેતીવાડી તેનાથી વિપરીત રીતે પ્રભાવિત થશે . આ વિધેયકો દ્વારા ખેડૂતોને કોન્ટેક્ટ સિસ્ટમ’માં ફસાવીને તેમને પોતાની જ જમીનમાં માત્ર ખેતમજૂર બનાવી દેવાનો ઈરાદો છે.

લોકશાહીમાં આંદોલન કરવાનો તમામ નાગરિકોને હક છે , કેન્દ્ર સરકાર ની ખેડુત વિરોધી નિતી સામે અહિંસકરૂપે ગાંધી ચીંધ્યા માર્ગે ખેડુતો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે તેમને રોકવા માટે તેમની ઉપર જુલ્મ – ગુજારવામાં આવી રહ્યો છે. શાંતિ પૂર્ણ રૂપે બંધારણીય હક થી સરકાર સામે પ્રદર્શન કરનાર ખેડૂતો ઉપર કેન્દ્ર સરકાર નો આ એક પ્રકારનો અત્યાચાર કહેવાય . જે અંગ્રેજોના સાસન ને શરમાવે તેવો છે.

ઉપરાંત ખેડૂતોના સંગઠનમાં ભેદભાવો પેદા કરી તેને તોડવાનો નિરર્થક પ્રયાસો પણ ભાજપે કર્યા છે. કોંગ્રેસે ઉપરોક્ત વાસ્તવિક હકીકતોને લક્ષમાં લઈને રાષ્ટ્રપતિજીને આ બાબતમાં દરમિયાનગીરી કરવા અને કાળા કાયદામાં પરિણમેલા આ કૃષિ સંબંધિત વિધેયકોને તત્કાળ પાછા ખેંચીને રદ કરવામાં આવે તેમજ બંધારણીય અધિકારથી સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આંદોલન કરતા ખેડૂતોના રક્ષણ ને સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે .

More #કોંગ્રેસ #Farmbill #Protest #Bharuch News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud