એપાર્ટમેન્ટના પેહલા માળે રાતે ચાલતા જોખમી ગેસ રિફીલિંગ કાંડમાં 40 બોટલ, 2 ટેમ્પા, 76 બીલ્ટી સહિતના સાધનો આર.આર. સેલે કબ્જે કર્યા, આરોપીઓ ફરાર
15 દિવસ પહેલા જ રૂ. 100 મોંઘો થયેલો ગેસમાં એક બોટલમાં 2.5 થી 3 કિલો ઓછો ગેસ આપી ચાલતો ગોરખધંધો
WatchGujarat. ગેસ સિલિન્ડરોના ભાવોમાં તાજેતરમાં જ રૂ. 100 નો વધારો થયો હતો, લોકોને પૂરો પાડવામાં આવતો ગેસ બોટલમાં ઘટ હોવાની વ્યાપક બુમો ભરૂચમાંથી ઉઠી હતી ત્યાં ગુરુવારે ચાવજ-કાસદ રોડ પર આવેલા અનુજ રેસિડેન્સીમાંથી ગેસ સિલિન્ડર રિફીલિંગ કરવાનું કૌભાંડ ઝડપાતા ભારે હોબાળો મચી ગયો છે.
ભરૂચ ચાવજ રોડ પર ગેસ સિલિન્ડરોના 2 ગોડાઉન આવેલા છે ત્યાંથી 1 કિલોમીટર દૂર ચાવજ-કાસદ રોડ પર આવેલા અનુજ રેસિડેન્સીના પેહલા માળે ભેજાબાજો એ ભાડેથી ફ્લેટ લીધો હતો. રાતે 11 વાગ્યા પછી ગોડાઉનમાંથી ગેસ સિલિન્ડરો આ એપાર્ટમેન્ટમાં લાવી એપારમેન્ટ ના અન્ય રહીશોના જીવ જોખમમાં નાખી ગેસ રિફીલિંગ કૌભાંડ ધમધમાવાતું હતું.
ગુરુવારે આર.આર. સેલે સ્થળ પર દરોડા પાડતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે એપરમેન્ટના બેઝમેન્ટમાં ગેસ સિલિન્ડર ભરેલા 2 ટેમ્પા, રિફીલિંગના સાધનો, શોચાલય અને લિફ્ટ નજીક થી ઇન્ડિયન ગેસના કોમર્શિયલ અને ડોમેસ્ટિક 40 બોટલો સાથે ગુલશન ગેસ એજન્સીની 76 બીલ્ટી કબ્જે કરી હતી.
ગેસ રીફલિંગ કાંડમાં એક બોટલમાં 2.5 થી 3 કિલો ગેસ ઓછો ભરી લોકોના જીવ જોખમમાં મૂકી રોકડી કરી લેવાનો ગોરખધંધો ધમધમાવાતો હતો. ગેસના 4 બોટલોમાંથી ગેસ કાઢી 1 બોટલ ભરી ડિલિવરી સમયે વજન કાંટો નહિ રાખી ભરૂચના લોકોને આ કૌભાંડ થકી ઓ ઓછો ગેસ આપી કાંડ ચલાવાતું હતું.
હાલ તો આર.આર. સેલે તમામ મુદ્દામાલ કબ્જે કરી સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવવાની તજવીજ હાથ ધરી છે ત્યારે આ કાંડમાં ગેસ એજન્સી, તેનો સ્ટાફ સહિત અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે. વધુમાં એપાર્ટમેન્ટના રહીશોના જીવ જોખમમાં મૂકી ચાલતા આ રીફલિંગ કૌભાંડમાં જો કોઈ ઘટના ઘટી હોત તો તેની જવાબદારી કોણ લેત તેવા પણ પ્રશ્નો ઉભા થયા છે. ભરૂચ પુરવઠા વિભાગ પણ આ અંગે શુ પગલાં ભરે છે તે જોવું રહ્યું.
વળી, એપરમેન્ટમાં ભાડે લેવાયેલ ફ્લેટમાં ભાડા કરાર પણ કરાયો હતો કે નહીં અને આ કૌભાંડમાં ફ્લેટ માલિક ની ભૂમિકા અંગે પણ શંકાઓ ઉભી થઇ છે. ભરૂચ ની પ્રજાને ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આપી તેમજ એપાર્ટમેન્ટના લોકોના જીવ જોખમમાં મૂકી ચલાવતા કૌભાંડમાં પોલીસ સાથે પુરવઠા તંત્ર શુ એક્શન લે છે તે તપાસ દરમિયાન બહાર આવશે.
15 દિવસ પહેલા જ રૂ. 100 મોંઘો થયેલો ગેસમાં એક બોટલમાં 2.5 થી 3 કિલો ઓછો ગેસ આપી ચાલતો ગોરખધંધો
WatchGujarat.ગેસ સિલિન્ડરોના ભાવોમાં તાજેતરમાં જ રૂ. 100 નો વધારો થયો હતો, લોકોને પૂરો પાડવામાં આવતો ગેસ બોટલમાં ઘટ હોવાની વ્યાપક બુમો ભરૂચમાંથી ઉઠી હતી ત્યાં ગુરુવારે ચાવજ-કાસદ રોડ પર આવેલા અનુજ રેસિડેન્સીમાંથી ગેસ સિલિન્ડર રિફીલિંગ કરવાનું કૌભાંડ ઝડપાતા ભારે હોબાળો મચી ગયો છે.