કાયદાની અમલવારી અંગે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને શુક્રવારે કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક મળી
જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર સહિત 7 અધિકારીઓની કમિટી રહેશે
WatchGujarat. રાજ્ય સરકારે ભૂમાફિયાઓને અંકુશમાં લઈ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતનું રક્ષણ કરવાની સંકલ્પબધ્ધતા સાથે ગુજરાત લેન્ડ-ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો કડક અમલ કરતી કાયદાકીય જોગવાઈઓ જાહેર કરી છે. #Bharuch
ભરૂચ જિલ્લામાં કાયદાની અમલવારી અંગે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને શુક્રવારે કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ તેમજ પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રાજ્ય સરકાર ધ્વારા અમલી કરેલ આ કાયદાના અમલ માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર સહિત 7 અધિકારીઓની કમિટી રહેશે. જિલ્લા કલેક્ટરએ બેઠકમાં રાજ્ય સરકારે બનાવેલ લેન્ડ-ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ-2020 ની કાયદાકીય જોગવાઈઓની જાણકારી આપી હતી. બેઠકમાં વધુમાં જણાવ્યું હતું કે, જમીન પચાવી પાડવામાં જેનો કોઈ હક નથી તે વ્યક્તિ બીજી વ્યક્તિની માલિકી / જમીન / મકાનમાં ગેરકાયદેસર કબજો કર્યો હોઈ તે જમીન પચાવી પાડેલ ગણાશે. #Bharuch
અરજદાર તરફથી ત્રણ નકલમાં સરકારએ નિયત કરેલ ફોર્મમાં નિયત કરેલ ફી ઓનલાઈન ભરપાઈ કરી કલેક્ટરને રજૂ કરવાની રહેશે. કલેક્ટર તેઓના તાબાના તપાસ અધિકારી પાસે 21 દિવસમાં અહેવાલ મેળવી તપાસ અહેવાલ મળેથી 21 દિવસમાં સમિતિ નિર્ણય કરશે.
બેઠકમાં ભરૂચ જિલ્લામાં આ કાયદાની અમલવારી માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ ઉચ્ચ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
More #Bharuch #Collector #Anti land #Grabbing #committee #Law Implementation #WatchGujarat