WatchGujarat. ભરૂચ એપલ આઈફોનની ડુપ્લિકેટ એસસરીઝ ના લાખોના વેપલાનો અમદાવાદથી એપેલના કોપીરાઈટની કામગીરી જોતા મેનેજરે સીઆઇડી, સીએફસીએલ, ભરૂચ પોલીસને સાથે રાખી પર્દાફાશ કર્યો હતો. સ્ટેશન રોડ પર આવેલી 4 દુકાનમાં પડેલા દરોડામાં ₹13.30 લાખની એપલની ડુપ્લિકેટ એસેસરીઝનો જથ્થો મળી આવતા 4 દુકાન સંચાલકોની ધરપકડ કરાઈ છે. #iPhone
અમદાવાદની ગ્રીફીન ઇન્ટેલએ પ્યુઅલ પ્રોપર્ટી સર્વીસ પ્રા.લી નામની કંપનીમાં છેલ્લા 2 વર્ષથી મેનેજર તરીકે વિશાલસિંહ હિરાસિંહ જાડેજા ફરજ બજાવે છે. જેઓ અલગ અલગ બ્રાન્ડેડ કંપનીઓના કોપીરાઈટના હક્કોના રક્ષણ માટે ફરિયાદ કરવા માટે નું કામ કરે છે. તેમની કંપની ને એપ્પલ કંપનીની ઓથોરીટી મળેલ છે .
શુક્રવારે તેઓ સાથે કંપનીના વનરાજસિંહ વાઘેલા, પીઆઇ, પો.સ.ઇ એસ.એ.પાટીલ , સી.એફ.સી.સેલ તથા સી.આઈ.ડી.ક્રાઈમના પોલીસ સ્ટાફના વિ.એમ.ચૌધરી, જે.કે.પનારા, વિ.એસ.પટેલ, એસ.આર.વાઘેલા સહિતના ભરૂચ શહેરમાં મહાત્માગાંધી સ્ટેશન રોડ પર જુદી જુદી જગ્યાએ આવેલ દુકાનો આઇ કીંગ સેલર્સ, ન્યુ લુક મોબાઇલ એસેસરીઝ, પટેલ મોબાઇલ એસેસરીઝ અને દુબઇ મોબાઇલ નામની દુકાનોમાં તેઓની એપ્પલ કંપનીના સીમ્બોલ વાળી એસેસરી ગેર કાયદેસર રીતે વેપાર ચાલી રહેલ છે જે આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
સૌ પ્રથમ દુકાન નં -૩૮ , આઇ કીંગ સેલર્સ નામની દુકાનમાં પ્રવેશી હાજર શબ્બીરભાઇ યુસુફ બાદશાહ ધંધો.વેપાર રહે.એ / ૩ નેશનલ પાર્ક , બાયપાસ ચોકડી , ભરૂચની દુકાનમાં ચેક કરાવી જોતા એપ્પલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝનો મુદામાલ મળી આવેલ. જેમાં એપ્પલ કંપનીના સિમ્બોલવાળા ઇયરફોન 8 મળી આવેલ કુલ કિ.રૂ .16000, ચાર્જીગ કેબલ 31 જે તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે 47000 ની ગણી તપાસ અર્થે કબજે કરેલ.#iPhone
પાંચબત્તી ગાર્ડન મજીદ ગલી દુકાન નં 1 , ન્યુ લુક મોબાઇલ એસેસરીઝ ખાતે બીજી દુકાનમાં દરોડામાં નઇમ ઇલીયાસ પટેલ રહે.સી / 61 મુમતાઝપાર્ક સોસાયટી , ભરૂચ ને ત્યાંથી એપ્પલ " કંપનીનો ડુપ્લીકેટ એસેસરીઝ નો મુદામાલ મળી આવેલ . જેમાં એપ્પલ કંપનીના સિમ્બોલવાળા વાયરલેસ ઇયરફોન 25, કવર 116, ટફન ગ્લાસ 5, ચાર્જીગ કેબલ 8, ચાર્જીગ એડેપ્ટર 28 મળી કુલ કિંમત આશરે 1.77 લાખની ગણી તપાસ અર્થે કબજે કરેલ છે.
ત્રીજો દરોડો ગાર્ડન મજીદ ગલી દુકાન નં -23, પટેલ મોબાઇલ એસેસરીઝ ખાતે મનભડ સોફીયાન સુસુફભાઇ રહે.બી / 1 ફિરદોસ સોસાયટી આર.ટી.ઓ.ઓફીસ નજીક ભરૂચ ચેક કરાવી જોતા બેટરી 42, કવર 132, ટચ આઇપેડ 8, ઇયરફોન 24, કોમ્બો 70, એડેપટર 4, ડીસપલ 42 મળી તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે 3.70 લાખનો મળી આવ્યો હતો. #iPhone
ભરૂચ બોમ્બે શોપીંગ સેન્ટર ખાતે આવેલ દુકાન નં - જી / 4-5 , દુબઇ મોબાઇલ શોપમાં સંચાલક ફેસલ મહંમદ હાલારી રહે.બી / 44 સમાપાર્ક , બાયપાસ રોડ , ભરૂચ દુકાનમાં ચેક કરાવી જોતા એપ્પલ " કંપનીનો ડુપ્લીકેટ બેટરી 7, કવર 930, કેમેરા ગ્લાસ 30, આઇપેડ કવર 19, ચાર્જર 1, ચાર્જીગ કેબલ 13, કોમ્બો 12પ મળી તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે 7.25 લાખની ગણી તપાસ અર્થે કબજે કરેલ છે.
તમામ 4 દુકાનોમાંથી એપ્પલ કંપનીના કબજે કરેલ ડુપ્લીકેટ એસેસરીઝને દુકાન પ્રમાણે અલગ અલગ બોકસમાં ભરી તપાસ અર્થે કબજે લીધેલ છે. જે તમામ ડુપ્લીકેટ એસેસરીઝ મળી તેમની કુલ કિંમત 13.30 લાખ તેમજ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ 4 મોબાઇલ ફોન મળી ચારેય દુકાનોમાંથી મળી આવેલ તમામ મુદામાલ કુલ કિંમત 13.52 લાખ અંગે ધી કોપીરાઈટ એક્ટ મુજબ કાયદેસર ફરિયાદ એ ડિવિઝન ખાતે નોંધાવી હતી. #iPhone
More #Iphone #Branded company #duplicate #accessories #scam busted #Station road #Bharuch News