• તાલુકાના કાવી ,ભડકોદ્રા મદાફર , માલપુર ગામે વીજ કંપનીની રેડ
  • પોલીસ બંદોબસ્ત સાથે વીજ ટીમોએ ગામડાઓમાં વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી

#Bharuch - જંબુસર પંથકમાં વીજ દરોડા : 928 જોડાણોમાં ચેકીંગ, 27 માં ₹6.50 લાખની ચોરી

WatchGujarat. દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ શિયાળાની શરૂઆત સાથે લક્ષ્યાંક પૂર્ણ કરવા સાથે વીજ ચોરી ઝડપી પાડવા દરોડાઓનો દોર ભરૂચ જિલ્લામાં શરૂ કર્યો છે. આગાઉ આમોદ, ભરૂચ, નેત્રંગ-વાલિયા તેમજ અંકલેશ્વર તાલુકાઓના ગામો તેમજ ટાઉનમાં વહેલી સવારે દરોડા પાડી વીજ ચોરી કરતા તત્વોને ઊંઘતા ઝડપી પાડયા હતા. #Bharuch

ગુરુવારે વીજ કંપનીની ટીમો જંબુસર તાલુકાના ગામોમાં સવારથી ત્રાટકી હતી. પોલીસ બંદોબસ્ત સાથે વીજ ટીમોએ ગામડાઓમાં વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી. વીજ દરોડા ના પગલે ગેરરીતિ આચરતા જોડાણ ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

જંબુસર પંથકમાં વહેલી સવારે ગ્રામજનો શિયાળાની મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ની સુરત ભરૃચ જંબુસરની 29 ટીમો મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જંબુસર તાલુકાના કાવી ભડકોદ્રા માદાફર માલપુર ગામોમાં 928 વીજ જોડાણોમાં ચેકીંગ હાથ ધર્યાં હતાં. જેમાં 27 જેટલા વીજ ગ્રાહકો વીજચોરી કરતા અંદાજીત સાડા 6.50 લાખ રકમની વીજચોરી ઝડપાઈ હતી. વહેલી સવારે જંબુસર પંથકમાં વીજ કંપની દ્વારા રેડ કરાતાં શિયાળામાં પણ વીજચોરોને પરસેવો નિકળી ગયો હતો અને વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. #Bharuch

વીજ કંપની દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

More #Bharuch #rural area #electricity #theft #busted #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud