• મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 2 થી 4 લાખ ક્યુસેક પાણી છોડવાનું ક્રમશઃ શરૂ
  • ગોલ્ડનબ્રિજે નર્મદા નદી ફરી વૉર્નિંગ લેવલ 22 ફૂટે સ્પર્શવાની સંભાવના
  • હાલ ગોલ્ડનબ્રિજે સપાટી 17.05 ફૂટ

ભરૂચ. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાંથી 2.35 લાખ ક્યુસેક પાણી છોડાતા ફરીથી સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં ઠલવાતા પાણીના પગલે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નદી કાંઠા ના ગામોને તકેદારી રાખવા જણાવાયું છે.

ઉપર્વસમાંથી થઈ રહેલી પાણીની આવક અને ઓમકારેશ્વરમાંથી 2.35 લાખ ક્યુસેક પાણી છોડાતા સરદાર સરોવરમાંથી પુનઃ પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. હાલ ડેમની તેની સર્વોચ્ચ સ્પતિથી અમુક સેમી જ દૂર હોય જળવિદ્યુત મથકો પૂર્ણ ક્ષમતા એ ધમધવવામાં આવી રહ્યા છે. ડેમમાંથી નર્મદા નદીમાં ઠલવાતા પાણીના જથ્થા ના કારણે 3 જિલ્લાના કાંઠા ના ગામોને નદી કિનારે નહિ જવા સૂચના અપાઈ છે.

ભરૂચ ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા ની સપાટી 17.05 ફૂટ છે. ઉપરવાસમાંથી પાણી ની આવક ના પગલે સપાટી મહત્તમ વધી વૉર્નિંગ લેવલ 22 ફૂટ સુધી સ્પર્શી શકે તેવી શકયતા હાલ વ્યક્ત કરે છે. નર્મદા કાંઠાના શિનોર ડભોઇ અને કરજણ તાલુકાઓના 13 ગામોના લોકોને સાવધાની રાખવા અને નદી કિનારા થી દુર રહેવા જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.

સરદાર સરોવર જળાશયમાંથી ક્રમશ: 4 લાખ ક્યુસેક પાણી છોડવાની જાણકારી નર્મદા નિગમ દ્વારા વડોદરા જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવી છે. હાલમાં મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાં થી સરદાર સરોવરમાં પાણીની થઈ રહેલી આવકને અનુલક્ષીને બંધ ખાતે સપાટી જાળવવા પાણી છોડવામાં આવશે.

જેના અનુસંધાને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વડોદરા જિલ્લાના નર્મદા કાંઠે આવેલા શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના 13 ગામોના લોકોને નર્મદામાં પાણી વધવાની શક્યતા ને અનુલક્ષીને તમામ પ્રકારની સાવચેતી રાખવા અને ખાસ કરીને નર્મદા કાંઠા થી દુર રહેવા અને માલ ઢોરને દુર રાખવા ખાસ અનુરોધ કર્યો છે.

આ ત્રણેય તાલુકાઓના સંબંધિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો,તાલુકા વિકાસ અધિકારીઓ અને પોલીસ તંત્રને કાંઠાના ગામો અને ખાસ કરીને આ ગામોના નીચાણ વાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા અને સતત નજર રાખી સાવધાની ના જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

વડોદરા જિલ્લામાં નર્મદા નદી શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાઓમાં થી પસાર થાય છે.આ પૈકી કરજણ તાલુકાના પૂરા, આલમપુરા, લીલાઇપુરા, નાની અને મોટી કોરલ તેમજ જૂના શાયર ગામો,ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા અને શિનોર તાલુકાના મઢી દેવસ્થાન,અનસૂયા મંદિર, માલસર અને બરકાલ નર્મદા કાંઠે આવેલા છે.સંબંધિત ગામોના સરપંચો અને તલાટીઓ ને પણ તમામ પ્રકારની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud