ડેડીયાપાડા પોલીસે બે બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરતા ઝોલાછાપ પ્રેક્ટીસ કરતા તબીબોમાં ફફડા
ડેડીયાપાડા વિસ્તારમા ધમધમતી બોગસ તબીબોની હાટડીઓ દ્વારા આદિવાસીઓના સ્વાસ્થય સાથે થતાં ચેડા
WatchGujarat. નર્મદા જીલ્લા ના આદિવાસી વિસ્તારોમાં બોગસ ડોકટર પ્રેક્ટીસ કરતાં હોવાનું અવારનવાર પ્રકાશમાં આવતું હોય છે. તેમ છતાં પણ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે તપાસ હાથ ન ધરાતાં આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓના સ્વાસ્થય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યા છે.
ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દેડીયાપાડા ટાઉન માં કેટલાક લોકો ડીગ્રી કે લાયકાત વગર ગેરકાયદેસર રીતે દવાખાના ખોલી દર્દીઓની સારવાર કરતા હોવાની વાત નર્મદા પોલીસ અધિક્ષકના ધ્યાને આવી હતી. બોગસ તબીબો સામે કાયદેસરના પગલા ભરી કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. નાયબ પોલીસ અધીક્ષક, રાજપીપલા ડીવિઝનના માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.આર.ડામોરે પોલીસ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી આવા બોગસ તબીબોની માહિતી મેળવવાનું શરુ કર્યું હતું.
ડેડીયાપાડા ના આરોગ્ય ખાતા સાથે સંકલન મા રહી ડોકટર જીનલકુમાર એમ પટેલ તથા તેમની ટીમ સાથે સંયુક્ત રીતે ડેડીયાપાડા ટાઉન મા આવા બોગસ તબીબો ના ક્લીનીકો ઉપર રેડ કરી હતી. જેમાં બે તબીબો નામે મિલ્ટનભાઇ દયાલભાઇ ઠાકુર (રહે. દેડીયાપાડા , બસ ડેપો સામે, તા. ડેડીયાપાડા, જી. નર્મદા) તથા નરોત્તમભાઇ અતુલભાઈ મંડલ (રહે હાલ ડેડીયાપાડા, દશામાતાના મંદિર પાસે, તા.દેડીયાપાડા, જી. નર્મદા મુળ રહે. ગાયત્રી નદીર રૌડ સીંગરૌલી તા. જી. સીંગરોલી-મધ્ય પ્રદેશ ) ને ઝડપી પાડી કૂલ કિંમત રૂ. 86,848 નો મેડીકલ સામગ્રીનો મુદામાલ કબજે કર્યો હતો. બોગસ ડોકટરો સામે ઇ.પી.કો કલમ 308 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ 1963 ની કલમ 30 મુજબ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
More #આદિવાસી #Narmada District #Dediapada #Fake Degree #Doctors #WatchGujarat