• સેલ્ફી લેવા જતા મંદિર પરિસરમાં આવેલી વાવ પરની પાળીથી બેલેન્સ ગુમાવતાં મહિલા 15 ફૂટ નીચે વાવમાં પટકાઈ
  • બહેન અને પુત્ર બચાવવા જાય તે પેહલા જ મહિલા નીચે ખાબકી, સમગ્ર ઘટના મંદિરના CCTV માં કેદ

WatchGujarat. ભરૂચના ઝાડેશ્વરની વાસુદેવ સોસાયટીમાં રહેતો રાંદેરીયા પરિવાર અંબાજી દર્શને ગયો હતો. પુત્રના જન્મદિવસે જ માતા એ શામળાજી ના દર્શનની પણ મહેચ્છા વ્યક્ત કરતા, શામળાજીમાં સેલ્ફી લેતી વેળા માતાનો પગ લપસતા એ 15 ફૂટ નીચે વાવમાં પટકાતા મોતને ભેટી હતી.

ઝાડેશ્વર રોડ પર વાસુદેવ સોસાયટીમાં રહેતો રાંદેરિયા પરિવાર અંબાજી ખાતે શુક્રવારે વહેલી સવારે દર્શનાર્થે નીકળ્યો હતો. જેમાં દક્ષેશભાઈ , પત્ની શિલ્પાબેન , બે પુત્ર તેમજ શિલ્પાબેનનાં બહેન સહિત 5 લોકો અંબાજી તરફ જઈ રહ્યાં હતાં. પરિવારમાં નાના પુત્રનો જન્મદિવસ હોવાથી આ પરિવારે અંબાજી માતાજીનાં દર્શનાથે નીકળ્યો હતો.

દરમિયાન શિલ્પાબેને ભગવાન શામળિયાનાં દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી , જેને પગલે આ પરિવાર સવારે 10.30 વાગ્યાની આસપાસ શામળાજી આવ્યો હતો . શામળાજી મંદિરે દર્શન કર્યા બાદ પરિવાર મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કરી રહ્યો હતો. શામળાજી મંદિર પરિસરમાં આવેલી પ્રાચીન વાવના પતિ દક્ષેશભાઈએ ફોટોગ્રાફી કર્યા બાદ શિલ્પાબેન પણ તેમનાં બહેન સાથે પ્રાચીન વાવ પાસે સેલ્ફી લેવા ગયાં હતાં.

નાની બહેન સાથે પ્રાચીન વાવ તરફ આવી ફોટો પડાવવા માટે પ્રાચીન વાવનો કટ ઉતારવા જતાં શિલ્પાબેને સંતુલન ગુમાવ્યું હતું , જેને પગલે શિલ્પાબેન 15 ફૂટ નીચે પટકાયાં હતાં. શિલ્પાબેન અચાનક નીચે પટકાતાં તેની બહેન અને પુત્ર બેબાકળા બની બૂમાબૂમ કરી મૂકી હતી , જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ મંદિર પરિસરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગયો હતો. પ્રાચીન વાવમાં પટકાયેલા શિલ્પાબેનના માથામાં ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. નાના પુત્રના જન્મદિવસે જ માતાનું આકસ્મિક મોત નિપજતા સુખનો પ્રસંગ રાંદેરીયા પરિવાર માટે ઘેરા શોકમાં તબદીલ થઈ ગયો હતો. શામળાજી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud