• હાંસોટ પોલીસ 22 વર્ષ થી નાસતા ફરતા 3 આરોપીને ઔરંગાબાદ થી ઝડપી લાવી
  • સુગર ફેક્ટરી સાથે 1999 માં મજૂરો માટે કરાર કરી સુગર ફેક્ટરી માંથી રોકડ તથા સર સામન એડવાન્સ પેટે લઇ કરારનો ભંગ કરી ફરાર થઇ ગયા હતા

WatchGujarat.  હાંસોટ પોલીસ 22 વર્ષ થી નાસતા ફરતા 3 આરોપીને ઔરંગાબાદ મહારાષ્ટ્ર થી ઝડપી લાવી હતી. પંડવાઈ સુગર ફેક્ટરી સાથે 1999 માં મજૂરો માટે કરાર કરી રોકડ તથા સર સામન એડવાન્સ પેટે લઇ કરારનો ભંગ કરી જુવાનીમાં 5.89 લાખની ઠગાઈ કરી પલાયન થયેલા ત્રણેય આરોપી બુધાપા માં પકડવાની ઘટના જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

બનાવની વિગતો અનુસાર 1999 માં શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ સાથે સંતોષ સોમા વણઝારી, ભાવસિંહ વણઝારી અને લક્ષ્મણ વણઝારીએ મજૂરો માટે કરાર કર્યો હતો. સુગર ફેક્ટરી માંથી રોકડ રૂપિયા તથા સર સમાન એડવાન્સ પેટે લઈ દોઢ માસ સુધી મજૂરોને કામે રાખી ત્યરબાદ મજૂરો તેમજ અન્ય સરસામાન સાથે પલાયન થઈ ગયા હતા.

સુગર ફેક્ટરી સાથે કરેલ કરારનો ભંગ કરી એડવાન્સ પેટે રૂપિયા 5.89 લાખ તેમજ સર સમાન જીસરી 52 નંગ, ટોચણ નંગ 156 ને લઇ ફરાર થઇ ગયા હતા. છેલ્લા 22 વર્ષ ઉપરાંત થી હાંસોટ પોલીસ મથકે તેવો વોન્ટેડ હતા. જેવો મહારાષ્ટ્ર ઔરંગાબાદ ખાતે હોવાની માહિતી હાંસોટ પોલીસ મથકે મળતા હાંસોટ પોલીસ ની એક ટીમ ઔરંગાબાદ પહોંચી હતી. 22 વર્ષ પહેલાં જવાનીમાં 5.89 લાખનો સુગર ફેક્ટરીને ચુનો ચોપડી ગયેલા સંતોષ વણઝારી, ભાવસિંહ વણઝારી અને લક્ષ્મણ વણઝારી ને નાગડા ઔરંગાબાદ થી ઝડપી પાડ્યા હતા અને ત્યાં થી ટ્રાન્સફર વોરન્ટ પર હાંસોટ ખાતે લઇ આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud