ભાવનગર : બાળપણમાં માતાપિતાની છત્રછાયામાં દુનિયા જોવા અને જાણવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યાંતો પતિ પત્નીના ઝગડામાં બાળકો ભોગ બની ગયા હતા. વરતેજના નવા ગામમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે 3 વર્ષના પુત્ર અને 5 વર્ષની પુત્રીને ગળેફાંસો લગાવ્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ સામુહિક આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ છે. પ્રાથમિક તપાસમાં પત્ની રિસામણે ચાલી જતા મૃતકે પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ નવાગામમાં મોડીસાંજે લાલાભાઇ નાગજીભાઈ નામનો 30 વર્ષીય યુવક પત્ની, 3 વર્ષના પુત્ર માનવ અને 5 વર્ષની પુત્રી પ્રતિજ્ઞા સાથે રહેતો હતો. દરમિયાન પતિ-પત્ની વચ્ચે અણબનાવ વધતા ઝઘડા થવા લાગ્યા હતા. જેને લઈ પત્ની રિસામણે ચાલી ગઈ હતી. જેને લઈ મોડી સાંજે લાલાભાઈ આવેશમાં આવી ગયા હતા. અને પોતાના બંને માસુમ સંતાનો સાથે ગળેફાંસો ખાઈને સામુહિક આપઘાત કરી લીધો છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. અને બનાવ અંગે પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જો કે બંને માસુમ સંતાનો સાથે તેના પિતાની લાશ લટકતી જોઈને પોલીસ પણ અવાચક થઈ ગઈ હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં હાલ આ સામૂહિક આપઘાત પાછળ ઘરકંકાસ જવાબદાર હોવાની વિગત સામે આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !