મૂળ લુધીયાણાનાં વતની 43 વર્ષીય દિપકભાઇ બીપીનકુમાર ગોયલ રાજ કોમ્પલેક્ષમાં આવેલી તેની કિરણ ગારમેન્ટસ નામની દુકાને હતા
મિત્ર મિતેષ રાઠોડ અને કોમલ નામની એક યુવતી ટી-શર્ટની ખરીદીનાં બહાને આવ્યા
બંનેને પોતાની કારમાં બેસાડી હિમાલયા મોલ ખાતે ઉતારવા જતા બે શખ્સોએ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી કાર ખોલી વેપારીને લાફા માર્યા બાદ કર્યું અપહરણ
ભાવનગર. શહેરમાં વેપારીનું અપહરણ કરીને રૂ. 5 લાખની ખંડણી માંગ્યાની ઘટના સામે આવી છે. જેમાં આરોપીઓએ બેંકમાંથી 90 હજાર કઢાવીને વેપારીને ગોંધી રાખ્યા હોવાની 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓમાં વેપારીનાં મિત્ર, બે નકલી પોલીસ અને એક યુવતી સામેલ હોવાનું પણ આ ફરીયાદમાં જણાવાયું છે. જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ કાળીયાબીડમાં રહેતા અને મૂળ લુધીયાણાનાં વતની 43 વર્ષીય દિપકભાઇ બીપીનકુમાર ગોયલ રાજ કોમ્પલેક્ષમાં આવેલી તેની કિરણ ગારમેન્ટસ નામની દુકાને હતા. ત્યારે તેનો મિત્ર મિતેષ રાઠોડ અને કોમલ નામની એક યુવતી ટી-શર્ટની ખરીદીનાં બહાને આવ્યા હતા. બાદમાં હિમાલયા મોલ પાસે છોડી જવાનું કહેતાં તેઓ બંનેને પોતાની કારમાં બેસાડી હિમાલયા મોલ ખાતે ઉતારવા ગયા હતા.
જ્યાં બન્નેએ યુનિવર્સિટીનાં ગેઇટની અંદર ગાડી લઇ જવા કહ્યું હતું. ત્યાં જતા એકટીવામાં આવેલા બે શખ્સોએ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી કાર ખોલી વેપારીને લાફા મારી પાછળની સીટમાં બેસાડી તેની જ કારમાં વેપારીનું અપહરણ કર્યુ હતું. બાદમાં અગાઉથી નકકી કર્યા મુજબ, મિતેષ રાઠોડ, કોમલ, વનરાજ, નરેશ ઉર્ફે ભુરો, ચેતન બરાડ, કાનો અને હિરેન ઉર્ફે બાપુ વગેરે શખ્સોએ તેમને ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવતી સાથે વેપારીનાં ફોટા પડાવી વીડીયો ઉતારી વેપારીની પત્નીને મોકલ્યો હતો.
એટલું જ નહીં વેપારીના એટીએમમાંથી બળજબરી પૂર્વક ગુગલએપ અને પેટીએમ મારફત રૂ. 90 હજાર વનરાજના ખાતામાં ટ્રાન્સફર કરી તળાજા નજીક એક ગામમાં આવેલ ઇંટનાં ભઠ્ઠામાં લઇ જઇ ત્યાં ઓરડીમાં ગોંધી રાખ્યા હતા. બાદમાં મોડીરાત્રે વેપારીને ભાવનગર લાવી ટોપ-3 સર્કલ પાસે છોડી દઇને મોબાઇલ ફોન, કારની ચાવી તેમજ બેંકનું એટીએમ લઇ નાસી છૂટયા હતાં.આ અંગે ભોગ બનનાર વેપારીએ એ-ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.