• વિશ્વનું સૌથી જૂનું એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ ભારતીય નેવીની શાન ગણાતું હતું
  • બે દિવસ પહેલા તે મુંબઈથી ભાવનગર આવવા રવાના થયું હતું. જે આજે અલંગ ખાતે સમુદ્ર કિનારાથી 13 નોટિકલ માઇલ દૂર પહોંચ્યું
  • સરકારી અધિકારીઓ દ્વારા વિરાટનો એક સર્વે કરવામાં આવશે, ક્લિયરન્સ બાદ ભરતીના સમયે INS વિરાટને બીચ પર લવાશે
FILE PHOTO

ભાવનગર. વિશ્વનું સૌથી જૂનું એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ અલંગમાં આવી પહોંચ્યું છે. અંદાજે 24 હજાર ટનનું આ વિમાન વાહક જહાજ INS વિરાટ ભારતીય નેવીની શાન કહેવાતુ હતું. બે દિવસ પહેલા તે મુંબઈથી ભાવનગર આવવા રવાના થયું હતું. જે આજે અલંગ ખાતે સમુદ્ર કિનારાથી 13 નોટિકલ માઇલ દૂર પહોંચ્યું છે. અને GPCB, GMB તેમજ કસ્ટમનાં અધિકારીઓ સર્વે માટે દોડી ગયા છે.

INS વિરાટ તમામ લિગલ પ્રોસેસ પૂર્ણ થયા બાદ બે દિવસ પહેલા મુંબઈથી ભાવનગર તરફ આવવા રવાના થયું હતું. આ વિરાટકાય જહાજ અલંગના દરિયામાં આવી પહોંચ્યું છે. જ્યાં આ યુદ્ધ જહાજને અલંગના દરિયામાં એંકરેજ કરવામાં આવ્યું છે. જહાજ આવી પહોંચતા કસ્ટમ્સ, જીએમબી, જીપીસીબી સહિતનાં ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા છે. આ તમામ સરકારી અધિકારીઓ દ્વારા વિરાટનો એક સર્વે કરવામાં આવશે. અને તેમના ક્લિયરન્સ બાદ ભરતીના સમયે INS વિરાટને બીચ પર લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય નૌસેનાનું બીજુ વિમાન વાહક જહાજ INS વિરાટ 6 માર્ચ, 2017ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. બાદમાં ભાવનગરના શીપબ્રેકરે વિરાટ ખરીદ્યું છે. આ શિપબ્રેકરે ઓનલાઈન હરાજીમાં INS વિરાટ કેરિયરને 26 કરોડમાં ખરીદ કર્યું હતું. હવે અલંગ પ્લોટ નંબર- 81માં આ જહાજને ભાંગવામાં આવશે. જેમાં પણ અંદાજે બે મહિના જેટલો સમય લાગવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud