• રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત DYSP નરેન્દ્રસિંહ જાડેજાનાં સુપુત્ર પૃથ્વીરાજસિંહ પોતાના પિતાના વિજયરાજનગર ખાતે આવેલા મકાનમાં પત્ની અને બે પુત્રીઓ સાથે રહેતા હતા
  • નિવૃત DYSP નાં પુત્રએ ભરેલા આ પગલાં અંગે તપાસનો ધમધમાટ શરૂ
  • ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા
  • પરિવારના સભ્યોની સાથે પાળતું કુતરાને પણ ગોળી મારી 

ભાવનગર. સામૂહિક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરનાં વિજયરાજનગરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત DYSPનાં પુત્રએ પોતાની પત્ની સહિત બે દિકરીઓને ગોળી મારીને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આ કરુણ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત DYSP નરેન્દ્રસિંહ જાડેજાનાં સુપુત્ર પૃથ્વીરાજસિંહ પોતાના પિતાના વિજયરાજનગર ખાતે આવેલા મકાનમાં પત્ની અને બે પુત્રીઓ સાથે રહેતા હતા. દરમિયાન આજે તેમણે પત્ની બીનાબા, મોટી દિકરી 18 વર્ષીય નંદિનીબા, અને નાની દિકરી 11 વર્ષીય યશસ્વીબાને રિવોલ્વર વડે ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. પરિવારજનોની સાથે પાળતુ કુતરાને પણ ગોળી મારી હતી.

ભાવનગરનાં વિજયરાજનગરમાં એક જાણીતા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસકર્મીના ઘરમાં ઘટેલી આ કરૂણાંતિકાથી સમગ્ર ભાવેણામાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં ભાવનગરનાં જિલ્લા પોલીસ વડા અને ASP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. અને નિવૃત DYSP નાં પુત્રએ ભરેલા આ પગલાં અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud