• 8 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી, 250થી વધુ બાળ મતદારોએ કર્યું મતદાન
  • પંચાયતી ક્ષેત્રમાં આત્મનિર્ભર રીતે યુવતિઓ આગળ આવે તે માટે કરવામાં આવી આ અનોખી પહેલ
  • બાલિકાઓ દ્રારા જ રચાયેલી પંચાયત સમિતીમાં તમામ પ્રશ્નોની મુક્ત મને ચર્ચા થઈ શકશે

Watchgujarat. ભૂજ તાલુકાના કુનરીયા ગામે બાળ વયે જ કિશોરી અને યુવતીઓમાં પંચાયતી શાસનના ગુણો વિકસે તે હેતુથી બાળ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. 250થી વધુ બાળાઓએ મતદાન કર્યું હતુ. સાથે આ તમામ બાળાઓએ ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણકારી મેળવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર મોટી વયે સક્રિય પંચાયતી શાસનમાં યુવતીઓ આગળ આવે અને બાળ પંચાયત થકી ચૂંટણી પ્રક્રિયાથી લઇ નિર્ણય શક્તિ સુધીના ગુણો તેમનામાં વિકસે તે હેતુસર આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધી સ્ત્રીઓને પ્રતિનિધત્વ તો મળ્યુ છે. પરંતુ હજુ જોઇએ એટલી સ્ત્રીઓ સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશતી નથી.

તમને જણાવી દઈએ કે પંચાયતી ક્ષેત્રમાં આત્મનિર્ભર રીતે યુવતિઓ આગળ આવે તે માટે ભૂજ તાલુકાના કુનરીયા ગામે આ અનોખી પહેલ કરી છે. જેમાં તેઓએ બાળ પંચાયત ચૂંટણીનું આયોજન કરી નાની વયે જ ચૂંટણી પ્રક્રિયાથી લઇ તેના પ્રતિનિધિત્વની જવાબદારી યુવતીઓ સમજે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે આ બાળ પંચાયત ચૂંટણીમાં નવા ચૂંટાયેલા પ્રતિનિધીઓ પાસે ભવિષ્યમાં કામોની અપેક્ષાઓ પણ વ્યક્ત કરી હતી. બાળાઓનું માનવું છે કે નાની વયે જ આવી પ્રવૃતિ અને જવાબદારીથી આ પ્રક્રિયા ભવિષ્યમાં ઉપયોગ સાબિત થશે. સાથે જ આ પ્રક્રિયા સમાજમાં બદલાવ તરફ પહેલું પગલું છે.

મળતી વિગતો અનુસાર ફિલીપાઇન્સના સાગુંનીયાન કબ્બતાન યુથ કાઉન્સિલની વાત જાણ્યા બાદ કુનરીયા ગામના સરપંચ સુરેશ છાંગાએ સક્રિય રીતે સરકારની મદદથી આ બાળ પંચાયત પ્રક્રિયા હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે આ ચૂંટણી માટે મતદાન સહિત પ્રચાર ચૂંટણી એજન્ડા જેવી તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પંચાયતી રાજમાં 50 ટકા ટકા મહિલા અનામતને અસરકારક બનાવવા બાલિકા પંચાયતનો આ અનુભવ ઉપયોગી થશે.

નોંધનીય છે કે આ પ્રયાસ થકી કિશોરીઓનો વહિવટી પ્રક્રિયામાં પ્રવેશથી ચોક્કસ વિષયો પર ધ્યાન પડશે. આ ઉપરાંત આરોગ્ય શિક્ષણ, પોષણક્ષમ આહાર ઇત્યાદિ કામગીરી, કિશોરીઓના જન જાગૃતિના કાર્યક્રમ, કિશોરીઓ માટે રમત ગમત કાર્યક્રમ, કિશોરીઓના પોષક આહાર અને કૌશલ્યવર્ધન તાલીમ અપાશે અને કિશોરીઓ માટે પ્રેરણા પ્રવાસ કરાશે. બાલિકાઓ દ્રારા જ રચાયેલી પંચાયત સમિતીમાં તમામ પ્રશ્નોની મુક્ત મને ચર્ચા થાય માટે કુનરીયા ગામે કરેલ પ્રયાસ સરાહનીય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud