• જાહેર કાર્યક્રમમાં BJP  સાંસદ મનસુખ વસાવાને ફરી આવ્યો ગુસ્સો
  • પોતાના પ્રવચન વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમનની જાહેરાત થતાં સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા
  • બગડેલા સાંસદ મનસુખ વસાવાએ એન્કરને કહ્યું, એ પાંચ મિનિટ બંધ કરો આ બધું
  • દેશની પ્રથમ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુહુર્ત કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો

WatchGujarat. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વિશ્વ ટ્રાઇબલ દિવસે દેશની પ્રથમ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુહુર્ત માટે કાર્યક્રમ યોજાયો હતો. રાજપીપળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાસંદ મનસુખ વસાવા અજાનક ગુસ્સે થયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સાંસદ મનસુખ વસાવાની સ્પીચ સમયે એન્કર વચ્ચે CMનો ચિતાર આપતા તેઓ બગડ્યા હતા. ગુસ્સે થયેલા સાંસદ વસાવાએ એન્કરને ચૂપ રહેવા કહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત તેઓ પોતાના ગુસ્સાના કારણે વિવાદમાં રહ્યાં છે.

આ અંગે મળતી વિગતો અનુસાર આજે વિશ્વ આદિવાસી દિવસની રાજપીપળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે દેશની પ્રથમ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા પણ પહોંચ્યા હતા. જ્યાં તેમની સ્પિચ દરમિયાન એન્કરે મુખ્યમંત્રી રૂપાણીના આવવાની જાહેરાત કરી હતી. આ બાબતથી મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા હતા અને એન્કરને ચૂપ રહેવ કહ્યું હતું. ઉજવણી સમયે ચાલુ કાર્યક્રમે જ ગુસ્સે થઈ બંધ કરો હમણાં એવું પ્રવચનમાં સાંસદ બોલ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સમયે સાંસદ મનસુખ વસાવા આદિવાસી હકની વાત કરી રહ્યા હતા. એન્કરે ગુસ્સેથી કહ્યા બાદ પણ તેમને પોતાની વાત ચાલુ રાખી હતી.

તમને જણાવી દઈએ કે આજે રાજપીપલાના જીતનગર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના આદિવાસીઓને મોટી ભેટ આપી હતી. મહત્વનું છે કે દેશની પ્રથમ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુહુર્ત મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે મંત્રી ગણપત વસાવા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, વન મંત્રી ગણપત વસાવા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 341 કરોડના ખર્ચે જીતનગર ખાતે 39 એકરમાં ટ્રાઇબલ યુનિર્વસિટીનું ભવ્ય બિલ્ડીંગ બનાવવામાં આવશે. જે માટે આજે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂજા કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud