• પશ્ચિમ બંગાળના બોગસ તબીબ બાબુઓએ ભરૂચને બનાવ્યું હબ
  • દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા તમામ સામે કાર્યવાહી

Watchgujarat. કોરોનાકાળમાં લોક આરોગ્ય સાથે ખીલવાડ કરી રોકડી રળી લેવાના ભરૂચ જિલ્લાને પશ્ચિમ બંગાળના બોગસ મુન્નાભાઈ MBBS બાબુઓએ હબ બનાવી લીધું હોય વધુ 6 ઝોલા છાપ પકડાવવા સાથે આ આંકડો અબ તક 26 ઉપર પહોંચી ગયો છે.

ભરૂચ જિલ્લામાં અગાઉ એકલ ડોકલ ઝોલા છાપ તબીબો પકડાયા બાદ તાજેતરમાં સાગમટે 14 બોગસ તબીબો ઝડપાયા હતા. જે બાદ જિલ્લા પોલીસ, SOG, LCB દ્વારા ઔદ્યોગિક વસાહતો, આદિવાસી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનની હાટડીઓ ખોલી લોકોના જીવ સાથે ચેડા કરતા બોગસ તબીબોને પકડવાની ડ્રાઇવ ચાલુ જ રહી હતી.

શુક્રવારે વધુ 6 મુન્નાભાઈ ઝડપાયા હતા. આ પૈકી મોટાભાગના તબીબો પશ્ચિમ બંગાળના હોવાનું બહાર આવ્યું છે. જીલ્લામાંથી તાજેતરમાં જ 14 તબીબો ઝડપાયા હતા ત્યાર બાદ આજે વધુ 6 બોગસ તબીબો ઝડપાયા હતા. ભરૂચ જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પોલીસ તંત્રે ઝોલાછાપ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે.

જિલ્લામાં નેત્રંગ પોલીસ મથકની હદમાંથી 2, નબીપુર પોલીસ મથકની હદમાંથી 1, દહેજ ખાતેથી 1, ઝગડિયા ખાતેથી 1 તથા હાંસોટ ખાતેથી 1 બોગસ તબીબ ઝડપાયો છે.

ઝડપાયેલ તબીબોમાં લુવારા ગુરુદ્વારાના કમ્પાઉન્ડમાં પ્રેક્ટીસ કરતા કરોર સિંગ સંદુ, નેત્રંગ ખાતે પ્રેક્ટીસ કરતા પીયુષ વિનોદ સરકાર શર્મા, થવા ખાતે પ્રેકિટસ કરતા ચિત્તરંજના મંડલ, દહેજ ખાતે બિરલા કોપર લેબર કોલોનીમાં પ્રેકિટસ કરતા સુજય દલાલ જયનાથ, હાંસોટ ખાતે પ્રેકિટસ કરતા શબ્બીર મોહમ્મંદ ફકીર, ઝગડિયાના દધેડા ખાતે પ્રેક્ટીસ કરતા શ્યામલ બીસ્મારી ને ઝડપી પાડ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud