• સુરતના ખટોદરા વિસ્તારમાં એક બુટલેગર મોપેડમાં આગળ કોથળા મુકી દારૂની ખેપ મારી રહ્યો હતો
  • હવે બુટલેગરો એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ મોપેડમાં જાહેરમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે
  • જાગૃત નાગરિકે બુટલેગરને પકડીને પોલીસ બોલાવી તેને સોંપી દીધી

Watchgujarat. સુરતમાં બુટલેગરો એટલી હદે બેફામ બન્યા છે કે હવે તઓ જાહેરમાં દારૂની ખેપ મારી રહ્યા છે. અને નવાઈની વાત તો એ છે કે, બુટલેગરો દ્વારા થતી હેરાફેરી પોલીસને દેખાતી નથી. અને આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં એક બુટલેગર દ્વારા મોપેડ પર કોથળામાં દારૂની હેરાફેરી કરતો હતો. દરમ્યાન એક નાગરિકે તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

https://youtu.be/tbsjZMctdgU

ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીને લઈને કડક કાયદો પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ સુરતમાં આ એક કાયદો નહીં પણ એક કહેવત બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં જાહેરમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે એ વાત જગજાહેર છે. પોલીસની રહેમનજર હેઠળ બુટલેગરો બેફામ બની રહ્યા છે. અને હવે બુટલેગરો એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ મોપેડમાં જાહેરમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. અને આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે.

જાગૃત નાગરિકે પકડી પોલીસને સોંપ્યો

સુરતના ખટોદરા વિસ્તારમાં એક બુટલેગર મોપેડમાં આગળ કોથળા મુકી દારૂની ખેપ મારી રહ્યો હતો.  જો કે ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે તેને પકડીને પોલીસ બોલાવી તેને સોંપી દીધી હતો. પોલીસ તપાસમાં ઝડપાયેલા બુટલેગરનું નામ રણજીત હોવાનું જણાવ્યું હતું અને તે આ દારૂ આભવા ગામમાંથી લાવ્યો હોવાનું કબુલ્યું હતુ. બુટલેગરની કબૂલાતના પગલે એક વાત તો ચોક્કસ છે કે, આભવા ગામમાં બિન્દાનપને દારૂના અડ્ડાઓ ધમધમે છે.

પોલીસની અન્ય બ્રાન્ચ સામે પણ સવાલ

ઉલ્લેખનીય છે કે સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસ.ઓ.જી. પીસીબી જેવી મોટી બ્રાન્ચ છે. પરંતુ જાણે પોલીસની આવા બુટલેગરો પર રહેમ નજર હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં અનેક જાગ્યઓ એવી છે કે જ્યાં જાહેરમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. અને ભૂતકાળમાં સુરતમાં દારૂના ધંધાની હરીફાઈમાં હત્યા સુધીના બનાવો પણ બની ચુક્યા છે. અને દારૂના અડ્ડાઓને લઈને પોલીસની છબી ખરડાઈ રહી છે તેમાં કોઈ બેમત નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud