WatchGujarat. ટ્રાઇકોટિલોમેનિયામાં દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે, પણ તોડવાની પ્રક્રિયા દરમિયાન અને પછી એને ખૂબ રાહતની લાગણી થાય છે. આ રાહતનો આનંદ એને વારંવાર વાળ તોડવાની પુનરાવર્તિત ક્રિયા તરફ દોરી જાય છે. આ વિકૃતિને મનોવિજ્ઞાનની ભાષામા ‘ટ્રાઇકોટિલોમેનિયા’ કહે છે. ટીવી જોતી વખતે, જમતી વખતે, અન્ય સાથે વાતો કરતી વખતે બાળક સમજ્યા વિના  વાળ તોડ્યા કરતું હોય છે. પાચન સમસ્યાઓ આવેગાત્મક સમસ્યાઓ જોવા મળે છે. તેમજ સામાજિક સંબંધો અને  મિત્રો કે અન્ય સાથે સામાજિક સંપર્ક જાળવવામાં ગંભીર મુશ્કેલીઓ થાય છે તેઓ ઘણી વાર મજાકનો શિકાર બને છે. જે 4% જેટલી વસ્તીને અસર કરી શકે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં 4 ગણા વધુ અસર થાય છે. આ તકલીફ તરુણાવસ્થામાં ખાસ કરીને 17 વર્ષથી નાનાં બાળકોમાં પણ જોવા મળે છે.

લગભગ 20% લોકો કે જે  ટ્રાઇકોટિલોમોનીયા ધરાવે છે વાળને કાઢીને તેને પછી વાળ ખાય છે. તેને ‘ટ્રાઇકોફેગિયા’ કહેવામાં આવે છે. તે પાચનક્રિયાની સમસ્યાઓ પેદા કરી શકે છે. એ ક્યારેક ગુસ્સાથી દિવાલો પર માથું પછાડે છે, તેમજ નખ કરડે, જ્યાં ને ત્યાં શરીર પર વધુ પડતું ખંજળવવાનું કે ખોતરવાનું વર્તન પણ દેખાય. કોઈ બીજી રીતે પણ જાતને નુકસાન કરવાની ટેવો હોય છે. ટ્રાઇકોટિલોમેનિયાવાળા કેટલાક લોકોને ચિંતા, ધ્યાન ખાધ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (એડીએચડી) અને હતાશા, બાધ્યતા મનોગ્રસ્તિ વિકાર (OCD)માં સમાવેશ કર્યો છે.

લક્ષણો

– પોતાના વાળના વારંવાર ખેંચવા ઘણીવાર વ્યક્તિને ખબર પણ નથી હોતી કે તે પોતાના વાળ ખેંચી રહી છે.

– વાળ ખેંચવાની પ્રવૃત્તિને રોકવાની અસમર્થતા

– વાળ ખેંચવાથી ચિંતા, તણાવ અને રાહતનો અહેસાસ

– વાળને લગતી અન્ય પુનરાવર્તિત પ્રવૃત્તિઓ કરવી જેમ કે, વાળની ગણતરી કરવી અથવા વાળ ખાઇ જવા

– ત્વચા પર બળતરા અથવા અસરગ્રસ્ત સ્થળોએ કળતર

– વાળ ખેંચવાના કારણે નોંધપાત્ર વાળ ખરવા

કારણો

– બાળકને મોટેભાગે માતા એકલો મૂકીને બહાર જતી હોય.

– ઘરના વાતાવરણમાં ઝઘડાનું પ્રમાણ વધારે હોય.

– બાળકને હંમેશા માતાપિતા તરફથી  નિરાશા મળવી અને કડક શિક્ષા થતી હોય.

– કૌટુંબિક સમસ્યાઓ, ચિંતા અથવા તાણ,

– વારંવાર મળતી હતાશા,

-કામના બદલામાં પ્રોત્સાહન ન મળવું, સતત હીનતાભાવ,

– નકરાત્મકતાનો વધુ પડતો શિકાર, માતાપિતા તરફથી તિરસ્કાર મળવો, પરિવારના સભ્યો દ્વારા ભેદભાવ કરવો વગેરે.

ટૂંકમાં જ્યારે માતાપિતા પોતાની ભૂમિકા કોઈ કારણોસર સારી રીતે ન નિભાવી શકે ત્યારે ત્યારે બાળક માનસિક વિકૃતિની નજીક જાય છે.

માતાપિતાએ શું કરવું જોઈએ?

માતાપિતાએ તેમના બાળકની નિરીક્ષણ કરવું તેનામાં કોઈ એવી વિકૃતિના લક્ષણો જણાય તો તરત જ કોઈ ચિંતા કે ગભરાહટ વગર મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરવો જેથી યોગ્ય સારવાર કરી શકાય. અને વિકૃતિને દૂર કરી શકાય.

સારવાર

કેટલાક લોકો જાણતા નથી હોતા કે તે એક માનસિક વિકૃતિ છે તેઓ એવું સમજે છે કે વાળ ખેંચીને કોઈ ખરાબ ટેવ છે. તેમજ અન્ય કારણોસર સારવાર લેવાનું ટાળે છે. છતાં જાગૃત વ્યક્તિ મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરે છે.

– હિપ્નોથેરાપી અને બીહેવીયર થેરાપીથી અચેતન માનસની ભયગ્રંથિઓને દૂર કરી તેની સારવાર કરવામાં આવે તો મોટાપ્રમાણમાં ફાયદો થાય છે.

– ટેવ રીવર્સલ થેરેપી (એચઆરટી), જે એક પ્રકારની બીહેવીયર થેરાપી છે, તે ટ્રાઇકોટિલોમિયાની સારવારમાં અસરકારક  છે. એચઆરટીમાં પાંચ તબક્કાઓ શામેલ છે જેમ કે, સ્વ જાગૃતિની તાલીમ, વ્યક્તિ વાળ ખેંચવાની વર્તણૂકને અલગ વર્તણૂકથી બદલવાની પ્રેક્ટિસ, વ્યક્તિને અન્ય પ્રવૃત્તિઓ અને વર્તનમાં વ્યસ્ત રાખવું, પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહન આપવું, રાહત તાલીમ એટલે કે વ્યક્તિ ધ્યાન અને ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા કરાવવી, સામાન્યીકરણ તાલીમ એટલે કે વ્યક્તિ વિવિધ પરિસ્થિતિઓમાં તેમની નવી કુશળતા અંગે શીખવાનો પ્રયાસ કરાવવાથી વિકૃતિને દૂર કરી શકાય છે. એચઆરટી ઘણીવાર અસરકારક છે અને મોટા ભાગના કિસ્સાઓમાં તે પ્રથમ લાઇનની સારવાર છે. છ સાત વર્ષની ઉંમર પહેલાં જો વિકૃતિ દેખાય તો સારવાર ઝડપથી થઈ શકે છે. તેર વર્ષની ઉંમર પછી આ વિકૃતિ દેખાય તો તેની સારવાર લાંબી ચાલે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud