રાજપીપળામાં પોસ્ટલ બેલેટથી 278 પેકી 199 કર્મીઓનું 71 ટકા મતદાન
ચૂંટણી ફરજ ઉપરના સરકારી કર્મચારીઓ તરફથી પોસ્ટલ બેલેટથી મતદાન માટે મળેલી 278 જેટલી અરજીઓમાં હોમગાર્ડ્ઝ, પોલીસ જવાનો સહિતના સરકારી કર્મચારીઓનો સમાવેશ
WatchGujarat. રાજપીપલા નગર પાલિકાની ચૂંટણીના દિવસે ફરજ ઉપર તૈનાત થનાર કર્મચારીઓ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આજે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ સંકુલમાં ફેસીલીટેશન સેન્ટર ખાતે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાનમાં 199 જેટલા કર્મચારીઓએ ઉત્સાભેર મતદાન કરતા 71 ટકા મતદાન નોંધાયું હતું.
આયુર્વેદિક કોલેજ ખાતે રાજપીપલા નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.ડી.ભગત, મદદનીશ ચૂંટણી અધિકારી એચ.કે.ગઢવીની ઉપસ્થિતિ તથા નિરિક્ષણ હેઠળ પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું. અધિકારી કે.ડી.ભગતે જણાવ્યું હતું કે, પાલિકાની ચૂંટણીઓ અંતર્ગત મતદાનના દિવસે ચૂંટણી ફરજ ઉપરના સરકારી કર્મચારીઓ તરફથી પોસ્ટલ બેલેટથી મતદાન માટે મંળેલી 278 જેટલી અરજીઓમાં હોમગાર્ડ્ઝ, પોલીસ જવાનો સહિતના સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે.
પોસ્ટલ બેલેટથી યોજાયેલા આ મતદાનમાં 199 કર્મચારીઓએ ભાગ લઇને મતદાન કરતા, 71 ટકા મતદાન નોંધાયું હતું. કોઇપણ પોસ્ટલ બેલેટ ઇનવેલીડ ન થાય તે માટે પૂરતી તકેદારી રખાઇ છે. આજના આ પોસ્ટલ બેલેટના મતદાનમાં રાજપીપલા નગરપાલિકાના ઉમેદવારોને પણ ઉપસ્થિત રખાયાં હતા. સ્થળ ઉપર કોવિડ-19 માર્ગદર્શિકા મુજબ મેડીકલ ટીમ, થર્મલ ગન, સેનીટાઇઝેશની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઇ હતી.
ઘરઆંગણે લગ્નની શરણાઇની ગુંજ સાથે ગ્રહશાંતિના ચાલી રહેલા પ્રસંગ વચ્ચે પણ આજના પોસ્ટલ બેલેટથી મતદાન માટે આવી પહોંચેલા દેડીયાપાડા પોલીસ સ્ટેશનના લોકરક્ષક પોલીસકર્મી સુલોચનાબેન કિશોરભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આજે મારા મેરેજ છે, તેમ છતાં હું મતદાનને મહત્વ આપી મતદાન કરવા આવી છું. મતદાન મારો પહેલો અધિકાર છે, મારા ઘરે ગ્રહશાંતિનો પ્રસંગ ચાલી રહ્યો છે, છતાં હું મતદાનની પવિત્ર ફરજ અદા કરવા આવી છું. પોલીસકર્મીએ પોતાના લગ્ન પ્રસંગની વચ્ચે પણ મતદાન કરીને મતદાનથી અળગા રહેતા મતદારોને અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો છે.