• જય અને હિમાંશીએ 16 નવેમ્બરના રોજ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
  • બાન લેબ દ્વારા દુનિયાનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ જય અને હિમાંશીને આપવામાં આવ્યું હતું.
  • આ ત્રણેય વર્લ્ડ રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિનિયર જુરી મેમ્બરની ટીમ જોધપુરના ઉમેદભવન પેલેસ હોટેલમાં ઉપસ્થિત રહીં હતી
Rajkot, Royal Wedding of Jay & Himanshi
Rajkot, Royal Wedding of Jay & Himanshi

WatchGujarat. સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જયનાં લગ્ન સમારંભનું રાજસ્થાનનાં જોધપુર ખાતે ભવ્ય આયોજન કરાયું છે. આ જાજરમાન લગ્નમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. જેમાં 65 ફ્લેવરની ચા અને વિશ્વનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ વરઘોડિયાને આપવા અંગે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. ત્યારે આ લગ્નમાં વિશ્વમાં સૌથી વધુ 21.35 કિલોનો હાર પહેરાવાતા તેને પણ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અને આ રજવાડી લગ્નમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

Rajkot, Royal Wedding of Jay & Himanshi
Rajkot, Royal Wedding of Jay & Himanshi

જય અને હિમાંશીએ 16 નવેમ્બરના રોજ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ત્યારે લગ્નના દિવસે જ બંનેને આ ફૂલોનો આકર્ષક હાર પહેરાવામાં આવ્યો હતો. આ હાર વિશ્વનો સૌથી વજન ધરાવતો 21.35 કિલોનો હોવાનું સામે આવતા તેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. નવદંપતીને લગ્નના દિવસે સૌથી વજન ધરાવતો આકર્ષક ફૂલોનો હાર પહેરાવાયો હતો. હારનું વજન 21.35 કિલો હોય તેની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે. અને આ માટેનું સર્ટી પણ એનાયત કરવામાં આવ્યું છે.

Golden Books of World Record
Golden Books of World Record

આ રજવાડી લગ્નનાં બીજા દિવસે એટલે કે તારીખ 15 નવેમ્બરના રોજ 2વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. જેમાં બાન લેબ દ્વારા જ 65 ફ્લેવરની ચા મહેમાનોને પીરસવામાં આવી હતી. જેની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી હતી. આ જ દિવસે બાન લેબ દ્વારા દુનિયાનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ જય અને હિમાંશીને આપવામાં આવ્યું હતું. જેની સાઇઝ 12x12x12 ફૂટ હતી. આ ગિફ્ટ બોક્સ વિશ્વનું સૌથી મોટુ જાહેર થતા તેને પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. આ ત્રણેય વર્લ્ડ રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિનિયર જુરી મેમ્બરની ટીમ જોધપુરના ઉમેદભવન પેલેસ હોટેલ ખાતે ઉપસ્થિત રહી હતી અને ત્રણેય રેકોર્ડના સર્ટિફિકેટ મૌલશ ઉકાણીને એનાયત કરવામાં આવ્યા હતા.

Rajkot, Royal Wedding of Jay & Himanshi
Rajkot, Royal Wedding of Jay & Himanshi

ઉલ્લેખનીય છે કે, માત્ર 300 આમંત્રીતોની હાજરીમાં આ અનોખા ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન જોધપુરની પ્રખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’માં કરવામાં આવ્યું છે. જે હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે. હોટલની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘીદાટ હોટલોમાં થાય છે. અહીં એક થાળીની કિંમત રૂ.18 હજાર છે. તો પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ. સાડા સાત લાખ રૂપિયા છે. બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન પણ અહીં થઈ ચૂક્યાં છે. તાજેતરમાં આ શાહી લગ્નની કંકોત્રી સામે આવી હતી. જે ખજાનાની સંદૂક જેવી રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. આવતીકાલે આ લગ્ન સમારંભનો છેલ્લો દિવસ છે. પરંતુ મહેમાનો આજીવન આ લગ્નનો આનંદ ભૂલી શકશે નહીં. ત્રણ દિવસનાં આ પ્રસંગ દરમિયાન ઐશ્વર્યા મજમુદાર તેમજ સચીન-જીગર સહિતનાં કલાકારોએ મહેમાનોને ડોલાવ્યા હતા. અને આ લગ્નની ચર્ચા સમગ્ર રાજ્યમાં આજે પણ થઈ રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners