• પુર્વ કોર્પોરેટરે રાત્રી કર્ફ્યુમાં પકડાયેલા લોકોને છોડાવવા માટે સીફારીશ કરી
  • સીફારીશ ફગાવી દેવાતા કોંગ્રેસના પૂર્વ નગર સેવક અસ્લમ સાયકલ વાળા એ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરી ફરિયાદ કરી
  • પીએસઆઇ પનારાનો ટેસ્ટ નીલ આવતા ફરિયાદી પર તપાસ શરૂ કરાઇ

Watchgujarat. સુરતમાં કોંગ્રેસના પૂર્વ નગર સેવક અસ્લમ સાયકલ વાળા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. તેઓએ સલાબતપુરા પોલીસ મથકના પીએસઆઈ દારુ પીધેલા છે. તેવો બાબતે સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરી ફરિયાદ કરી હતી. જો કે આ મામલે તપાસ કરતા પી.એસ.આઈ.નો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. બીજી તરફ પોલીસ પણ અસલમ સાઈકલવાલા વિરુદ્ધ કર્ફ્યુ ભંગનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચંદ્રશેખર એસ. પનારા ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન માનદરવાજા ફૈઝા ચોક નજીક રાત્રિ કરફ્યૂનો ભંગ કરનાર શેખ મેહબુબ શેખ મોહમદ (ઉ.વ. 34 રહે. 624, રઝાનગર, ભાઠેના) અને કમાલુદ્દીન શાહબુદ્દીન શેખ (ઉ.વ. 38 રહે. 1095, રઝાનગર, ભાઠેના) વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેથી ભાઠેના વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અસ્લમ ફિરોઝ સાઇકલવાળા (રહે. માનદરવાજા, રીંગરોડ) ઉપરોકત બંનેને મુકત કરાવવા માટે પીએસઆઇ પનારાને ભલામણ કરી હતી. પરંતુ પીએસઆઇ પનારાએ ભલામણ ગ્રાહ્ય રાખવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ પીએસઆઈનું વર્તન યોગ્ય ન લાગતા અને તેઓ દારુ પીધેલી હાલતમાં હોવાની આંશકા રાખી કોંગ્રેસના પૂર્વ નગર સેવક અસ્લમ સાયકલ વાળા એ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરી ફરિયાદ કરી હતી.

જેને પગલે એસીપી, પીઆઇ મેહુલ કિકાણી ઉપરાંત નાઇટ રાઉન્ડમાં નીકળેલા ટ્રાફિક સર્કલ 2ના પીઆઇ જે.એસ. ગામીતપોલીસ મથકે દોડી ગયા હતા. જયાં આલ્કોહોલ એનાલાઇઝરની મદદથી પીએસઆઇ પનારાનો ટેસ્ટ કર્યો હતો પરંતુ ટેસ્ટ નીલ આવ્યો હતો. જેથી પીએસઆઇ પનારાએ દારૂના નશામાં ફરજ પર હોવાનો કોલ કરી પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ઉપરાંત રાત્રિ કરફ્યૂ ભંગ કરવા બદલ પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાઇકલવાળા વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

પનારાનું બ્લડ સેમ્પલ લઈને તપાસ કરવાની જરૂર હતી

આ વિવાદ સામે આવતા અસલમ સાઈકલવાલાએ જણાવ્યું હતું કે, રાત્રે બે જણાને પીએસઆઈ પનારાએ બોલાવ્યા હતા. પછી જવાનું કહે અને પછી પાછો બોલાવે તેથી હું પણ પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યાં પનારાએ ફરજ દરમિયાન દારૂ અથવા બીજો કોઈ નશો કરેલો હોય એવું તેમનું વર્તન હતું. તેથી રાત્રે 2.11 વાગે સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમને આ બાબતે મેસેજ કર્યો હતો. પનારાની બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરી હતી. ખરેખર તો પનારાનું બ્લડ સેમ્પલ લઈને તપાસ કરવાની જરૂર હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud