બપોરે 2 વાગે પરિણામ જાહેર કરવામાં આવશે
સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા માટે 31 જુલી સુધીની ડેડલાઈન આપી હતી
બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકે છે
WatchGujarat. પ્રાપ્ત માહિતી અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના ધોરણ 12 બોર્ડનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. આજે બપોરે 2 વાગે બોર્ડની વેબસાઈટ પર આ રિઝલ્ટ મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા માટે 31 જુલાઈ સુધીની ડેડલાઈન આપી હતી.
તમને જણાવી દઈએ કે આ પરિણામ બોર્ડે નક્કી કરેલા ક્રાઈટેરિયા પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે ધોરણ 12નું રિઝલ્ટ 30:30:40 ફોર્મ્યુલાને આધારે જાહેર કરવામાં આવશે. મળતી વિગતો અનુસાર આ પરિણામની માર્કિંગ સ્કીમ પ્રમાણે ધોરણ 10 અને 11માં 5માંથી જે 3 વિષયમાં વિદ્યાર્થીઓએ સૌથી વધારે સ્કોર કર્યો હોય, તે જ સબ્જેક્ટને રિઝલ્ટ તૈયાર કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ 12ના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ પરિક્ષામાં વિદ્યાર્થીઓને મળેલા માર્ક્સના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યં છે.
વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. જે માટે સૌપ્રથમ CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જાઓ. અને ત્યાં હોમપેજ પર ધોરણ 12 માટે CBSE Results 2021 લિંક પર ક્લિક કરો. તેમાં ક્લિક કરતાં એક નવું પેજ ખૂલતા કેન્ડિડેટ્સે લોગિન કરો. જે બાદ લોગિન કરતાની સાથે જ ડિસ્પ્લે પર રિઝલ્ટ આવી જશે. પોતાનું રિઝલ્ટ જોયા પછી ડાઉનલોડ કરી હાર્ડ કોપી સાચવવી.
ઉલ્લેખનીય છે કે CBSEએ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે રોલ નંબર ફાઈન્ડર લોન્ચ કર્યું છે. આ ઉપરાંત આ લિંક બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર એક્ટિવ થઈ ગઈ છે. જેમાં કેન્ડિડેટ્સ પોતાનો રોલ નંબર જોઈ શકે છે. જોકે રોલ નંબર ચેક કરવા માટે સ્કૂલ કોડની જરૂર પડશે.
મહત્વનું છે કે ધોરણ 12 માટે વિદ્યાર્થીઓએ પેરેન્ટ્સના નામની સાથે સ્કૂલ કોડ પણ લખવો પડશે. જે માટે વિદ્યાર્થીઓ તેમની સ્કૂલમાં કોલ કરીને આ કોડ જાણી શકે છે.
ધોરણ 12નો રોલ નંબર આ રીતે ચેક કરો:
સૌપ્રથમ રોલ નંબર ફાઈન્ડર 2021ની લિંક પર જાઓ.
હવે ધોરણ 12 ઓપ્શન સિલેક્ટ કરો.
નવી વિન્ડો ખૂલતા તેમાં પૂછેલી તમામ માહિતી ભરો.
હવે તમારો રોલ નંબર સ્ક્રીન પર ડિસ્પ્લે થશે.
નોંધનીય છે કે CBSEએ 4 જૂનના રોજ માર્કિંગ સ્કીમ નક્કી કરવા માટે 13 મેમ્બરની કમિટી બનાવી હતી. આ કમિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ માટે 30:30:40 ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. જે અતંર્ગત ધોરણ 10-11ના ફાઈનલ રિઝલ્ટને 30% વેઇટેજ આપવામાં આવશે. જ્યારે ધોરણ 12ની પ્રી-બોર્ડ એક્ઝામને 40% વેઈટેજ આપવામાં આવશે. આ ફોર્મ્યુલાથી ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.