• આ પંથકમાં પ્રતિબંધીત ગાંજાની ખેતી ઝડપાય હોય તેવો આ કોઇ પ્રથમ કિસ્સો નથી
  • છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ પણ ગેરકાયદે થતી ગાંજાની ખેતી પોલીસે ઝડપી પાડી છે.
  • મધ્યપ્રદેશ બોર્ડર નજીકના અનેક અંતરાયળ વિસ્તારોમાં ગાંજાની ખેતી કરાતી હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

WatchGujarat. ગાંજો વેચવો કે ઉઘાડવો ગુજરાતમાં દારૂની જેમ પ્રતિબંધીત છે. છતાંય રાજ્યામાં દારૂની જેમ ગાંજો વેચાય છે. જોકે હાલની સરકાર દ્વારા મીશન ક્લીન ગુજરાત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજ્યામાં ઠેરઠેર દરોડા પાડી પોલીસે દ્વારા ડ્રગ્સના દુષણને દુર કરવામાં આવી રહ્યું છે. તેવામાં છોટાઉદેપુરા એસ.ઓ.જીની ટીમને એક મોટી સફળતા હાથ લાગી છે.

છોટાઉદેપુર જિલ્લા મીઠીબોર પુજાર ફળીયા દુણમાં રહેતા છગનભાઇ નાયકાએ પોતાના ઘર નજીકના ખેતરમાં મકાઇની વાવેતર વચ્ચે ગાંજાની ખેત કરી હોવાનુ માહિતી પ્રાપ્ત થઇ હતી. આ માહિતીના આધારે એસ.ઓ.જીની ટીમે ઉચ્ચ અધિકારીઓને માહિતગાર કર્યા અને એક ટીમ પુજારા ફળીયામાં પહોંચી હતી. પોલીસે ચોક્કસાઇ વાપરી છગન નાયકાના ખેતરમાં તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રથમ તો પોલીસને ખેતરમાં મકાઇ જોવા મળી હતી.

પરંતુ ખેતરની થોડે અંદર તપાસ કરતા મોટા પ્રમાણમાં ગાંજાના છોડ જોવા મળ્યા હતા. જેથી પોલીસે પુરતી ખાતરી કર્યા બાદ ખેતરમાંથી કુલ 66.440 કિલો ગ્રામ ગાંજોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેના હાલની કિંમત અંદાજે 6,64,400ની માનવામાં આવી રહીં છે. જોકે પોલીસ છગન નાયકાના ખેતરમાં પહોંચે તે પહેલાજ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી છગન નાયકાની શોખખોળ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners