પો. કમિશ્નર ડો. શમશેર સિંગએ "ક્લીન વડોદરા નશા મુક્ત વડોદરા" અભિયાન શરૂ કર્યું
વાસણા રોડના અમેય કોમ્પમાં એસઓજી પોલીસે દરોડો પાડી બે એન્જીનીયર ભાઈ સહિત ત્રણ લોકો પાસેથી 1 કિલો 815 ગ્રામ ગાંજો જપ્ત કર્યુ
રાજસ્થાનના ગાંજાના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
WatchGujarat વડોદરામાં પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ "ક્લીન વડોદરા નશા મુક્ત વડોદરા"ની મુહિમ હાથ ધરવામાં આવી છે. જેના પરિણામે અગાઉ એસઓજી પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરી સોનાના ભાવ કરતા વધુ કિંમતી શિડ્યુલ ડ્રગ્સ મેથામ્ફેટામાઇન અને પેન્ટાઝોશીન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત એસઓજીની ટીમે શહેરના વાસણા રોડ વિસ્તારમાંથી ગાંજાનું વેચાણ કરતા બે એન્જીનીયર ભાઇ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
વડોદરા પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંગ દ્વારા શહેરની યુવાઘનને ડ્રગ્સની લતમાંથી મુક્ત કરી વડોદરા શહેરને સ્વચ્છ અને તંદુરસ્તત યુવાધન અર્પણ કરવાના દ્રઢ સંકલ્પને સાકાર કરવાના અભિગમ હેઠળ "ક્લીન વડોદરા નશા મુક્ત વડોદરા"ની મુહિમ હાથ ધરવામાં આવી છે. આ મુહિમ અંતર્ગત 8 દિવસ અગાઉ એસઓજી પોલીસે મેગા ઓપરેશન હાથ ધરી સોનાના ભાવ કરતા વધુ કિંમતે શિડ્યુલ ડ્રગ્સ મેથામ્ફેટામાઇન અને પેન્ટાઝોશીન ડ્રગ્સનો રૂ,1.20 લાખની કિંમતના જથ્થો સાથે પૂર્વી રાણા અને સાગરીત ઈમ્તિયાઝ દીવાનને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.
દરમિયાન ગત રોજ એસઓજી પોલીસને ફરી એક મહત્વની સફળતા મળી છે. જેમાં શહેરના વાસણા રોડ પર આવેલ અમેયા કોમ્પમાં દરોડો પાડી ભાડેથી મકાન રાખી રાજસ્થાનથી ગાંજો લાવી વડોદરામાં વેચાણ કરતા બે એન્જીનીયર ભાઈ આશિષ દિપકુમાર અધ્યાપક, સોમર્સીસ દિપકકુમાર અધ્યાપક (બંને રહે, અમેય કોમ્પ, વાસણા રોડ) અને પરવેઝ મુસ્તુફા હસન અજમેરી(રહે,નિઝામપુરા)ની ધરપકડ કરી હતી. પોલીસે બે ઈન્જીનીયર ભાઈ સહિત ત્રણ લોકો પાસેથી 18,150ની કિંમતનો 1 કિલો 815 ગ્રામ ગાંજા સહીત રૂ. 49,250નો મુદ્દામાલ કબ્જેકરી ત્રણની ધરપકડ કરી છે. જ્યારે ડ્રગ્સ સપ્લાયર અખિલ (રહે,રાજસ્થાન) ગાંજાનો જથ્થો આપતો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેથી એસઓજી પોલીસે અખિલને વોન્ટેડ જાહેર કરી ગાંજાના નટવર્ક અંગેની તલસ્પર્શી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંજાનું વેચાણ કરતા ત્રણે આરોપીનું એજ્યુકેશન ક્વોલિફિકેશન
આશિષ દિપકુમાર અધ્યાપક - B-TECH સિવિલ એન્જીનયર, રાજસ્થાન યુનિવર્સીટી
સોમર્સીસ દિપકકુમાર અધ્યાપક - B-COM, એમ.એસ. યુનિવર્સીટી
પરવેઝ મુસ્તુફા હસન અજમેરી - B-TECH સિવિલ એન્જીનયર, નવરચના યુનિવર્સીટી
પકડાયેલા આરોપીઓનો ધંધો અને ગુનાહિત ઇતિહાસ
આશિષ અધ્યાપક - ઓન લાઈન કંપનીઓનું સ્ટીલ અને પાઈપનું ટ્રેડિંગ કરતો હતો. કોરોના કાળ દરમિયાન ધંધો બંધ થતા રાજસ્થાનના અખિલ પાસેથી ગંજાની ખરીદી કરી વડોદરામાં ભાઈ સોમર્સીસ અને પરવેઝ સાથે મળી હેરાફેરી તેમજ વેચાણ કરતો હતો. આશિષ વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015-16 દરમિયાન મારામારીનો ગુનો દાખલ થયેલ છે.
સોમર્સીસ અધ્યાપક - છેલ્લા 1 વર્ષથી આસમના ગૌહાટી ખાતે કુલીયમ કેરી ફાઉન્ડેશન સિવિલ કંસ્ટ્રકશન કંપનમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. કોરોના કાળ દરમિયાન છેલ્લા 7 મહિનાથી વડોદરા પરત આવી ભાઈ આશિષ સાથે મળી ગાંજાની હેરાફેરી તેમજ વેચાણ કરતો હતો. સોમર્સીસ વર્ષ 2003માં ગોરવા આશુતોષ અપહરણ કેસમાં સંડોવાયેલો હોવાથી 2003 થી 2008 સુધી 5 વર્ષ સુધી જેલમાં રહેલ છે.
પરવેઝ અજમેરી - સિવિલ કામના ગવર્મેન્ટના ટેન્ડર ભરી ગોધરામાં ચેક ડેમો બનાવવાનું કામ કરતો હતો. કોરોનાના કારણે સિવિલ કામ બંધ થતા 7 મહિનાથી આશિષ સાથે મળી ગાંજાની હેરાફેરી તેમજ વેચાણ કરતો હતો.